કાનપુરમાં બજાર બંધ કરાવવાને લઈને પથ્થરમારો અને ફાયરિંગ

શુક્રવાર, 3 જૂન 2022 (19:14 IST)
કાનપુરમાં શુક્રવારે ભારે બબાલ થઈ હતી. ભાજપ નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિશે આપેલા કથિત નિવેદનને લઈને ભારે હિંસા થઈ છે. શહેરના અનેક મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભારે પથ્થરમારો થયો હતો. પેટ્રોલ બોમ્બ પણ છોડવામાં આવ્યા હતા. બદમાશોએ ક્યાંક તોડફોડ કરી હતી તો ક્યાંક લૂંટ ચલાવી હતી. ભારે હોબાળો મચી ગયો છે.  યુપીના કાનપુર શહેરમાં બીજેપી નેતા નુપુર શર્માના નિવેદનના વિરોધમાં બજાર બંધ રાખવાને લઈને બે પક્ષો વચ્ચે હંગામો થયો હોવાના સમાચાર છે. આ દરમિયાન પથ્થરમારો, ગોળીબાર અને બોમ્બ ધડાકાની ઘટનાઓ પણ સામે આવી છે. એટલું જ નહીં, આ હંગામાને કારણે અનેક વાહનોને નુકસાન થયું છે.
 
કાનપુરના ડીએમ નેહા શર્માએ કહ્યું, 'આ કાયદો અને વ્યવસ્થાનો મામલો છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પથ્થરમારો કર્યા પછી, સીપી અને જોઈન્ટ કમિશનર સહિત અમે બધા સ્થળ પર હાજર છીએ. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તબીબી સહાય માટે મોકલવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા અને વધુ હિંસા ન થાય તે સુનિશ્ચિત કરવા કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર