#Vijaymalya બેંકના બધા પૈસા પરત કરવા માટે તૈયાર માલ્યા- પોતે ટ્વીટ કરીને આપ્યું ઑફર

બુધવાર, 5 ડિસેમ્બર 2018 (16:41 IST)
દેશથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર દારૂ વ્યવસાયી વિજય માલ્યાએ હવે ભારતીય બેંકના કર્જ ચુકવવાનોઑફર આપ્યું છે. માલ્યાએ ટ્વીટ કરીને તેણી જાણકારી આપી. માલ્યાએ લખ્યું તે બેંકના 100 ટકા મૂળધન(માત્ર કર્જની રકમનો વ્યાજ નહી) ચુકવવા તૈયાર છે. તેને આગળ લખ્યું કે ભારતીય મીડિયા અને નેતા તેની સામે બૂમ પાડી રહ્યા છે પણ તેને જે હાઈકોર્ટ સામે લોન ચુકવવાના પ્રસ્તાવ આપ્યું તેના વિશે કોઈ વાત  નહી કરતો. માલ્યાએ કહ્યું કે તે આખું લોન ચુકવવા તૈયાર છે. વધા બેંક આ પ્રસ્તાવને સ્વીકાર કરે. 
 
તમને જણાવું કે માલ્યા હજુ યુકેમાં છે અને તેણે કર દ્વારા સત્તાવાર ટ્રેઝરીમાં તેનું યોગદાન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે તેમણે શરાબ અને એરલાઇન્સના વ્યવસાયમાંથી હજારો કરોડનું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે ત્રણ દાયકાથી મેં દેશની સૌથી મોટી દારૂ કંપની ચલાવી છે, તે સમય દરમિયાન મેં સરકારી ટ્રેઝરીમાં હજારો કરોડનું યોગદાન આપ્યું હતું. કિંગફિશર એરલાઇન્સે સરકારોને સારી રકમ પણ આપી છે. સર્વોત્તમ એરલાઇન ગુમાવવી એ દુ:ખદ છે, છતાં હું બેન્કોને ચૂકવણી કરું છું. કૃપા કરીને સ્વીકારો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર