#Vijaymalya પ્રત્યર્પણ પર નિર્ણય આવવાના 5 દિવસ પહેલા બોલ્યા માલ્યા - બેંકોનુ 100 ટકા કર્જ ચુકવવા તૈયાર

બુધવાર, 5 ડિસેમ્બર 2018 (12:04 IST)
ભગોડા દારૂના વેપારી વિજય માલ્યાએ પ્રત્યર્પણ પર નિર્ણય આવવાના 5 દિવસ પહેલા કહ્યુ કે તે સમગ્ર કર્જ ચુકવવા તૈયાર છે. માલ્યાએ ટ્વીટ દ્વારા ભારતીય બેંકો અને સરકરને અપીલ કરતા કહ્યુ કે તેમનો પ્રસ્તાવ માની લેવામાં& આવે. માલ્યા પર ભારતીય બેંકોના 9000 કરોડ બાકી છે. તેણે ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરના રોજ નિર્ણય સંભળાવી શકે છે. 
 
નેતાઓ મીડિયાએ કર્યો દુષ્પ્રચાર - માલ્યા 
 
વિજય માલ્યાનુ કહેવુ છે કે પ્રત્યર્પણ પર નિર્ણય મામલ અલગ છે. તેમા કાયદા મુજબ કાર્યવાહી થશે. પણ જનતાના પૈસાની ચુકવણી મુખ્ય વાત છે અને હુ  100% ચુકવવા માટે તૈયાર છુ. 
 
માલ્યાએ કહ્યુ . નેતા અને મીડિયા તેમના ડિફોલ્ટર હોવા અને સરકારી બેંકોમાંથી લોન લઈને ભાગવાની વાત જોર શોરથી કરી રહ્યા છે. આ ખોટુ છે. મારી સાથે યોગ્ય વર્તાવ કેમ નથી થતો ? વર્ષ 2016 માં જ્યારે હુ કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેંટનો પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે તેનો પ્રચાર કેમ ન કરવામાં આવ્યો ? 
 
માલ્યાની દલીલ છે કે હવાઈ ઈંધણ મોંઘુ થવાને કારણથી કિંગફિશર એયરલાઈંસની હાલત બગડી. એયરલાઈંસ 140 ડોલર પ્રતિ બેરલનો સૌથી ઊંચો ક્રૂડ ભાવના સમયમાંથી પસાર થઈ હ તી. આ કારણે નુકશન થયુ અને બેંકો પાસેથી લીધેલી લોનની રકમ ખર્ચ થઈ.  હુ સમગ્ર મૂળધન ચુકવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 
 
દારૂના વેપારીનુ કહેવુ છ એકે કિંગફિશર ત્રણ દસકાથી ભારતની સૌથી મોટી એલ્કોહોલિક બ્રેવરેજ ગ્રુપ હતી. આ દરમિયાન અમે સરકારી ખજાનામાં હજારો કરોડ રૂપિયાનુ યોગદાન આપ્યુ.  કિંગફિશર એયરલાઈંસને ગુમાવ્યા પછી પણ હુ બેંકોના નુકશાનની ભરપાઈ માટે તૈયાર છુ. 
 
માલ્યાએ પ્રત્યર્પણ પર 10 ડિસેમ્બરના રોજ નિર્ણય આવશે  
 
વિજય માલ્યાના પ્રત્યર્પણના મામલો લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ 10 ડિસેમ્બરના રોજ નિર્ણય સંભળાવી શકે છે. કોર્ટમાં 12 સપ્ટેમ્બરના રોજ અંતિમ સુનાવણી થઈ હતી. માલ્યા પર ભારતીય બેંકો પાસેથી લીધેલી લોન ન ચુકવવાનો આરોપ છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર