જી હા ટામેટાના વધતા ભાવને કારણે હવે ટામેટા બેંકના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ટામેટાના ભાવ આકાશ આંબી રહ્યા છે.. જેને લઈને વિપક્ષ પણ સરકાર પર સતત નિશાન સાધી રહ્યુ છે.. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક સમાચાર મુજબ ટામેટાના ભાવ વધવાના વિરોધમાં કોંગ્રેસે એક અનોખો પ્રયાસ અપનાવ્યો છે.. કોંગ્રેસે લખનૌમાં સ્ટેટ બેંક ઓફ ટામેટા નામથી એક બેંક ખોલી છે. જેમા સામાન્ય જનતા ટામેટાને જમા અને તેને ફિક્સ ડિપોઝીટ કરાવી શકે છે.
કોંગ્રેસના આ અનોખા વિરોધ પ્રદર્શનમાં સામાન્ય લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો અને ટામેટા બેંકમાં જમા કરાવ્યા.. સ્ટેટ બેંક ઓફ ટામેટામાં આકર્ષક સુવિદ્યાઓ પણ મળી રહી છે.. જેમા ટામેટા લોકર, ટામેટા પર 80 ટકા લોનની સુવિદ્યા અને ગરીબો માટે ટામેટા જમા કરાવતા તેના પર આકર્ષક વ્યાજ આપવાનો પણ સમાવેશ છે.