ભાજપા ઉપરાષ્ટ્રપતિ પદ માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુના નામ પર અંતિમ મોહર લાગી ગઈ છે પણ આજથી ઠીક દોઢ મહિના પહેલા જ્યારે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો ગણગણાટ શરૂ થયો હતો ત્યારે નાયડૂનુ નામ ઉછાળવામાં આવ્યુ હતુ અને તેમણે પોતાના જ અંદાજમાં આ સમાચારને નકારી દીધા હતા. તેમણે કહ્યુ હતુકે હુ ન તો રાષ્ટ્રપતિ બનવા માંગુ છુ કે ન તો ઉપરાષ્ટ્રપતિ. તેઓ ઉષાના પતિ બનીને જ ખુશ છે. એ સમયે નાયડુ પોતાના ચિર-પરિચિત અંદાજમાં ઉમેદવારીને રદ્દ કરી દીધી હતી. બીજી બાજુ નાયડૂ એનડીએની પ્રથમ પસંદગી છે. નાયડૂની આ ખાસ વાતો તેમને પક્ષમાં છે.. અને તે આ કારણે પીએમ મોદીના પણ પ્રિય છે.
સરકારમાં મોટો ચેહરો - પાર્ટીની સાથે સાથે વેંકૈયા નાયડૂ સરકારમાં પણ મોટો ચેહરો બન્યા છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણાકીય મંત્રી અરુણ જેટલી વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પછી વેંકૈયા નાયડૂ જ સૌથી સીનિયર મંત્રી છે.