ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં એક ભીષણ અકસ્માત થયો છે. નૈનીડાંડા બ્લોકમાં પિપલી-ભૌન રોડ પર યાત્રિકોની એક બસ ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 45થી વધુ લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બસ ખીણમાં પડતાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. એસડીઆરએફની ટીમને હેલિકોપ્ટરથી મોકલી રાહત અને બચાવ કામ ચાલુ થઇ ગયું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના આજે સવારે લગભગ 8:45 વાગે બની હતી. નૈનીડાંડા બ્લોકમાં પિપલી-ભૌન રોડ પર ગ્વીન પુલની પાસે બસે કાબૂ ગૂમાવતા ખીણમાં પડી હતી. યાત્રિકોથી ભરેલી એક પ્રાઈવેટ બસ UK12C-0159 ભૌનથી રામનગર જઈ રહી હતી, આ વિસ્તારના જ એક ગામમાં જાગરણનું આયોજન કરાયું હતુ. આ જાગણરમાંથી લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.