Uttarakhand Bus Accident: 26 શ્રદ્ધાળુઓના મોત પર PMએ દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત

રવિવાર, 5 જૂન 2022 (22:55 IST)
Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના યમુનોત્રી હાઈવે પર રવિવારે સાંજે એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં ડામતા પાસે એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં 26 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને પાંચ ગંભીર રૂપે ઘાયલ થયા. અકસ્માતમાં અન્ય બે લોકો ગુમ છે. ઘાયલોને ડામતા  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
બીજી બાજુ અકસ્માત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાનેની સહાયની જાહેરાત કરી છે.  આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
 
સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે હરિદ્વારથી બસ મધ્યપ્રદેશના મુસાફરોને લઈને યમુનોત્રી ધામ જવા રવાના થઈ હતી. સાંજના પોણા સાત વાગ્યાના સુમારે ડામતા નજીક રીખાઉ ખંડ પાસે અચાનક 200 મીટર ઉંડી ખીણમાં બસ પડી ગઈ.  દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF,પોલીસ, ડિઝાસ્ટર અને રાજસ્વ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશીએ જણાવ્યું કે બસમાં ડ્રાઈવર સહિત 30 લોકો સવાર હતા. આ ઘટનામાં 23 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
 
 ઘટના સ્થળ પર હાજર પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 23 લોકોના મૃતદેહોની ગણતરી કરવામાં આવી છે અને 09 મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય માટે કામગીરી ચાલુ છે. ડામતા દુર્ઘટના પર, વડા પ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે વડા પ્રધાને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે પીએમ રાહત ફંડમાંથી બે લાખ  રૂપિયાની અનુગ્ર રાશિની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર