લોકસભા - સરકારે કહ્યુ કે વિપક્ષે હંગામાને કારણે 16 દિવસ બરબાદ કર્યા આ માટે તેમણે માફી માંગવી જોઈએ. સદનમાં હંગામો થયા પછી લોકસભા પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ 500 અને 1000 રૂપિયાના જૂના નોટને ચલણમાંથી બહાર કરવાના પગલા માટે મોદી સરકારને નિશાન બનાવતા કહ્યુ કે તમારે સ્વીકાર કરવુ પડશે કે તમે એક દેશદ્રોહી નિર્ણય લીધો છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે નોટબંધી સૌથી મોટુ કૌભાંડ છે. હુ આ મુદ્દા પર ચર્ચા કરવા માંગુ છુ પણ મને બોલવા દેવાતો નથી. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચાથી ગભરાય છે. જો આ મુદ્દા પર ચર્ચા થાય તો દૂધનુ દૂધ નએ પાણીનું પાણી થઈ જશે કે આ નિર્ણય યોગ્ય છે કે નહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન સંસદમાં હાજર રહ્યા. સંસદ શરૂ થતા પહેલા સંસદમાં વિપક્ષે બેઠક કરી. બીજી બાજુ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કરતા ભાજપા નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે જ્યારથી કાળા ધન પર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારથી મમતાજી હતાશ છે.