શહીદો પર અખિલેશનું વિવાદાસ્પદ નિવેદન - ગુજરાતમાંથી કોઈ શહીદ થયુ હોય તો બતાવો ?

બુધવાર, 10 મે 2017 (16:40 IST)
શહીદોની પણ હવે રાજ્યોમાં વહેંચવાનુ કામ શરૂ થઈ ગયુ છે. યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિવેદન પરથી તો એવુ જ લાગે છે.  એસપી અધ્યક્ષે બુધવારે સવાલ કર્યો કે બાકી રાજ્યોની જેમ સીમા પર ગુજરાતના જવાન કેમ શહીદ નથી થઈ રહ્યા. આ નિવેદનને લઈને અખિલેશની ખૂબ આલોચના થઈ રહી છે.  અખિલેશ યાદવે બુધવારે કહ્યુ યૂપી, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત દરેક સ્થાન પરથી શહીદ થયા છે પણ ગુજરાતનો કોઈ જવાન શહીદ થયો હોય તો બતાવો. અખિલેશ યાદવનુ આ નિશાન ગુજરાતથી આવનારા પીએમ નરેન્દ્ર મોદી પર સાધેલુ માનવામાં આવી રહ્યુ છે.   પણ તેમના આ નિવેદનને લઈને આપત્તિ બતાવાય રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અખિલેશે આરોપ લગાવ્યો કે બીજેપી ફક્ત શહીદ અને વંદે માતરમના મુદ્દા પર રાજનીતિ કરી રહી છે. સૈનિકોના માથા કાપવામાં આવી રહ્યા છે અને સરકાર શુ કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છેકે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યુ. તાજેતરમાં જ પાકિસ્તાને બે જવાનોની હત્યા કરી દીધી હતી. આજે પણ જમ્મુ-કાશ્મીરમાં એક સેના અધિકારીનુ અપહરણ કરી હત્યા કરવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સેનાના એક લેફ્ટિનેંટનુ અપહરણ કરી તેમની હત્યા કરી નાખી છે.  ઘટના મંગળવાર રાત્રે કાશ્મીરના કુલગામમાં થઈ. ઉઅમર ફૈયાજનુ શ્સબ શિપિયોમાં મળ્યુ.  જમ્મુના અખનૂરમાં રાજપુતાના રાઈફલ્સમાં ગોઠવાયેલા ફૈયાજ ડિસેમ્બર 2016માં જ સેનામાં ભરતી થયા હતા. 
 
સેના તરફથી મળેલી માહિતી મુજબ 22 વર્ષનો ફયાજ રજામાં પોતાના ઘરે આવ્યો હતો અને લગ્નમાં સામેલ થવા માટે કુલગામ ગયો હતો. અહી આતંકવાદીઓએ તેનું બંદૂકની અણી પર અપહરણ કરી લીધુ અને પછી તેની હત્યા કરી નાખી. સેનામાં ડોક્ટર રહેલા ફયાજના શરીર પર બુલેટના બે નિશાન મળ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો