ટ્વિટરે રવિશંકર પ્રસાદનું એકાઉંટ એક કલાક સુધી કર્યુ બ્લોક, અમેરિકાના નિયમોનો કર્યો ઉલ્લેખ

શુક્રવાર, 25 જૂન 2021 (17:25 IST)
કેન્દ્રીય સંચાર અને સૂચના મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)નુ ટ્વિટર એકાઉંટ શુક્રવારે એક કલાક સુધી બંધ કરવામાં આવ્યુ. સમાચાર એજંસી એએનઆઈએ આપેલી માહિતી મુજબ એકાઉંટની એક્સેસ એક કલાક સુધી બંધ રાખવામાં આવી અને આ માટે અમેરિકાના Digital Millennium Copyright Act (DMCA) નુ ઉલ્લંઘનનો હવાલો આપવામાં આવ્યો. એએનઆઈના ટ્વીટ્માં બે સ્ક્રીનશોટ પણ શેયર કરવામાં આવ્યા છે. પહેલુ સ્ક્રીનશોટમાં ટ્વિટરે એ કારણ બતાવ્યુ કે જેને કારણે એકાઉંટની એક્સેસ બંધ કરવામા આવ્યુ. અને બીજા સ્ક્રીનશોટમાં એકાઉંટ એક્સેસ મળવાની માહિતી આપવમાં આવી છે. 
 
ટ્વિટર દ્વારા એકાઉંટની એક્સેસ બંધ કરવાનુ કારણ બતાવ્યુ છે - તમારુ એકાઉંટ બ્લોક કરવામાં આવી રહ્યુ છે કારણ કે તમારા ટ્વિટર એકાઉંટ પર એક કંટેટની પોસ્ટિંગને લઈને અમને ડિઝિટલ મિલેનિયમ કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ મળી છે. 
 
આ નિયમોના વારંવાર ઉલ્લંઘન કરનારાઓનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. 
 
ટ્વિટરે કહ્યું છે કે અમે કોપીરાઇટ નિયમોનું પાલન કરવા પ્રતિબદ્ધ છીએ અને આ નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી શકાય છે. જો તમે તમારું એકાઉન્ટ અનલોક કરવા માંગો છો, તો તમારે ટ્વિટરના કોપિરાઇટ નિયમોની સમીક્ષા કરવાની જરૂર છે. એક કલાક પછી એકાઉન્ટ ફરીથી ખોલ્યું, આગળ સાવચેત રહેવાની ચેતાવણી 
 
આ પછી, એકાઉન્ટ ફરીથી ખોલતી વખતે, ટ્વિટરે કહ્યું છે - હવે તમારું એકાઉન્ટ તમે વાપરી શકો છો.  કૃપા કરીને ધ્યાન રાખો કે જો DMCA નોટિસ આવે છે તો તમારુ એકાઉંટ સસ્પેંડ કરી શકાય છે. 
 
ઉલ્લેખનીય છે કે સોશિયલ અને ડિઝિટલ મીડિયા માટે નવા નિયમ લાવ્યા પછીથી સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ ચાલુ છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરી ચુકાય છે કે સોશિયલ મીડિયા કંપનીને ભારતીય નિયમ માનવા જ પડશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર