ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા પછી ટ્રમ્પની જાહેરાત, 'હજુ ઘણું બાકી છે'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. અગાઉથી 25 ટકા ટેરિફ જાહેર થયો છે તેથી કુલ મળીને 50 ટકા ટેરિફ થઈ જાય છે.
 
ત્યાર પછી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કૉન્ફરન્સમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે "ચીન સહિત બીજા દેશો પણ રશિયન ઑઇલ ખરીદે છે, ત્યારે એકલા ભારતને શઆ માટે નિશાન બનાવવામાં આવે છે?"
 
તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે "હજુ તો માત્ર 8 કલાક થયા છે. આગળ જુઓ શું થાય છે. તમને બીજું ઘણું જોવા મળશે. કેટલાય વધારાના પ્રતિબંધો જોવા મળી શકે છે."
 
ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે "શું ચીન પર પણ વધારાનો ટેરિફ લગાવવાની તમારી કોઈ યોજના છે?"
 
તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે "આવું બની શકે છે. તેનો આધાર એના પર છે કે આપણે આગળ કયાં પગલાં લેવાનાં છીએ."
 
ભારત અગાઉ અમેરિકાએ બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. આ અમેરિકાનો મહત્તમ ટેરિફ દર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર