મધ્યપ્રદેશના દેવાસમાં દુખદ અકસ્માત, ઘરમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત

શનિવાર, 21 ડિસેમ્બર 2024 (09:45 IST)
devas fire
દેવાસના નયાપુરા વિસ્તારમાં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના ચાર લોકો દાઝી ગયા હતા. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. ફાયર એન્જિનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
 
મળતી માહિતી મુજબ, ઘરના નીચેના માળે દૂધની ડેરીની દુકાન હતી અને ત્યાં આગ ફાટી નીકળી હતી. ધીમે-ધીમે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી બિલ્ડીંગના બીજા માળ સુધી પહોંચી હતી. બીજા માળે લાગેલી આગમાં પતિ, પત્ની અને બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા હતા.
 
કહેવાય છે કે મૃતક દિનેશ સુથારનું કામ કરતો હતો. આ આગમાં દિનેશ, તેની પત્ની ગાયત્રી, પુત્રી ઈશિકા અને પુત્ર ચિરાગના મોત થયા હતા. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. પોલીસ અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર