Top 10 Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (11:50 IST)
આજે 500 અને 1000ની જૂની નોટો જમા કરવાનો અંતિમ દિવસ 
 
આવતીકાલથી દેશમાં 500 અને 1000ની નોટ બેંકોમાં બદલાઇ નહી શકાય. આજે આ બંને નોટો જમા કરાવવાનો અંતિમ દિવસ છે. મોટાભાગના લોકોએ પોતાની નોટો જમા કરાવી દીધી છે તેથી આજે છેલ્લા દિવસે કયાં મોટી ભીડ જોવા મળી નથી. આવતીકાલથી લોકોની હાડમારી ઘટશે કે કેમ એ લઇને ભારે ઉત્સુકતા છે.
 
ઝારખંડમાં કોલસાની ખાણ ધસી પડતા 40-50 મજૂરો દબાયા 
 
ઝારખંડના ગોડ્ડા જિલ્લાના લલમટિયા ખાતે આવેલ કોલસાની ખાણ ધસી પડવાથી મશિનો, ટ્રક સહિત 40-50 જેટલા મજૂરો ખાણમાં ઉંડે દબાઈ ગયા છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે ઘટી હતી. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્ય કરી રહી છે, જોકે હજુ સધી ખાણમાં અંદર ફસાયેલ મજૂરો સૂધી પહોંચી શકાયું નથી. આ દુર્ઘટના સમયે સીઆઈએસએફની ટુકડી પણ ખાણ પર હાજર હતી પરંતુ સદભાગ્યે કોઈ જવાનને નુકસાન થયું નથી.
 
ગાંધીનગર આજે રાજ્યનું પ્રથમ વાઈ-ફાઈ સીટી બનશે 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે પાટનગર ગાંધીનગરમાં વાઇફાઇ સેવાનું લોકાર્પણ કરાશે અને એ સાથે જ ગાંધીનગર રાજ્યનું પ્રથમ વાઈ-ફાઈ સિટી બની જશે.  આ યોજના અંતર્ગત દર 24 કલાકે દરેક રજીસ્ટર્ડ યુઝરને 30 મિનિટ માટે વાઇફાઇ ફ્રી વાપરવા મળશે. એપ્રિલમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વખતે શહેર આખાને વાઇફાઇ કરવાની જાહેરાત તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને ખર્ચે આ સુવિધા ઉભી કરાઇ છે અને તેનો ખર્ચ 22 કરોડને પહોંચી ગયો છે. 
 
કોહલી અને અનુષ્કા 31 ડિસેમ્બર સાથે ઉજવશે..1 જાન્યુઆરીએ કરી શકે છે સગાઈ 
 
કોહલી અને અનુષ્કા અહીંની એક હોટેલમાં પાંચ દિવસથી ઉતર્યા છે અને એમની સાથે એમના અમુક સગાં તથા ખાસ મિત્રો પણ ઉતર્યા છે તેથી બંનેની સગાઈના સમાચારે જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કોહલી નવા વર્ષના દિવસ, 1 જાન્યુઆરીએ એની ગર્લફ્રેન્ડ અનુષ્કા સાથે સગાઈ કરવાનો છે. હરિદ્વારની બે દિવસની મુલાકાતમાં અનુષ્કાએ ઘણો સમય અંબુવાલામાં આવેલા અનંતધામ આત્મબોધ આશ્રમમાં વીતાવ્યો હતો. 
 
પુનાની બેકરીમાં આગ, અંદર સૂઈ રહેલ 6 મજૂરોના મોત, બહારથી લાગ્યુ હતુ તાળુ 
 
પુને. શહેરના કોંઢવા વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક બેકરીમાં આગ લાગી ગઈ. બેકરીની અંદર રહેલ 6 મજૂરોનુ મોત થઈ ગયુ. આગ સવારે 4.30 વાગ્યાની આસપાસ લાગી. એવુ કહેવાય રહ્યુ છે કે બેકરીના માલિકે બહારથી તાળુ લગાવી રાખ્યુ હતુ. જેને કારણે મજૂર બહાર નીકળી શક્યા નહી. દુર્ઘટના સમયે આ લોકો બેકરીની અંદર સૂઈ રહ્યા હતા. આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. 
 
31 કલાકમાં સપાની 3 લિસ્ટ, અખિલેશે મુલાયમથી જુદા 235 કેંડિડેટ્સ નક્કી કર્યા, પછી શિવપાલે 68 નેતાઓને આપી ટિકિટ 
 
લખનૌ. સમાજવાદી પાર્ટીમાં ટિકિટ લઈને અખિલેશ, મુલાયમ અને શિવપાલ યાદવ વચ્ચે ફૂટ પડી ગઈ છે. 32 કલાકમાં આ ત્રણેય લોકો તરફથી ત્રણ લિસ્ટ રજુ કરવામાં આવી. સૌ પહેલા મુલાયમે બુધવારે બપોરે 3 વાગ્યે 403 વિધાનસભા સીટોમાંથી 325 કૈડિડેટ્સનુ એલન કર્યુ. તેના 30 કલાક પછી  ગુરૂવારે રાત્રે 9 વાગ્યે અખિલેશે 235 કૈડિડેટ્સની લિસ્ટ રજુ કરી છે.  તેના 2 કલાક પછી શિવપાલ યાદવે 68 કૈડિડેટ્સની એક વધુ લિસ્ટ રજુ કરી દીધી. સપાએ અત્યાર સુધી 393 કૈડિડેટ્સના નામ જાહેર કર્યા છે. અખિલેશે 171 સિટિંગ એમએલએને ટિકિટ આપી છે. મુલાયમના 176 સિટિંગ એમએલએની લિસ્ટમાં અખિલેશે કાપ્યા 31 નામ.. 

પીએમ મોદી આવતીકાલે ડિઝિટલ પેમેંટ વધારવા લકી ગ્રાહક યોજનાનો લકી ડ્રો કરશે 
 
નવી દિલ્લી : નોટબંધીનુ નવુ વર્ષ આપને કરૉડપતિ બનાવી શકે છે. સરકારે ડિજિટલ પેમેંટને વધારવા પર લકી ગ્રાહક યોજના ચાલુ કરી છે, જેમાં લોકો 340 કરૉડ સુધીના ઈનામો જીતી શકે છે. પ્રધાનમંત્રી કાલે ડિજિ ધન વેપાર યોજના અને લકી ગ્રાહક યોજનાનો પ્રથમ લકી ડ્રો કરશે. સો દિવસ સુધી ચાલનારી આ લકી ડ્રો યોજનાનો હેતુ ડિજિટલ પેમેંટમાં વધારો કરવાનો છે
 

વેબદુનિયા પર વાંચો