દુનિયાભરના દેશ કોરોનાના નવા વેરિએંટ ઓમીક્રોન (Omicron Corona)ના સંકટને લઈને તમામ સતર્કતાનો સામનો કરી રહ્યા છે અને ભારતે પણ ક્વારંટીન અને RT-PCR ટેસ્ટ અનિવાર્ય કરવા જેવા પગલા ઉઠાવ્યા છે. આ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરના સંકટને જોતા અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હી આપદા પ્રબંધન પ્રાધિકરણ (DDMA)ને એક એવો પ્રસ્તાવ આપ્યો છે જેના મુજબ કોવિડ વેક્સીન ન લેનારા લોકો પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
TOI ના સમાચાર મુજબ આ પ્રસ્તાવ હેઠળ 15 ડિસેમ્બરથી એ લોકો પર દિલ્હી મેટ્રો સેવાઓ, બસ, સિનેમા હોલ, મોલ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરેંટ, સ્મારક, સાર્વજનિક પાર્ક, સરકારી કાર્યાલય અને સાર્વજનિક સ્થાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જેમણે અત્યાર સુધી કોવિડ વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી. આ ઉપરાંત 31 માર્ચ 2022થી એ બધા સ્થાનો પર તેમને માટે પ્રવેશ પર પ્રતિબંધ લાગી જશે. જેમણે એ સમયે કોરોના વેક્સીનનો ફક્ત એક ડોઝ લીધો હશે.
વેક્સીનેશન માટે લોકોને પ્રોત્સાહિત કરો
પ્રસ્તાવમાં વેક્સીનેશન કરાવનારાઓને રોકડ પુરસ્કાર કે છૂટ જેવા પ્રોત્સાહન આપવાની સલાહ આપવામાં આવી છે. આ પ્રકારના પ્રોત્સાહન પુરસ્કાર યુરોપીય દેશોએ શરૂ કર્યા હતા અને ભારતમાં પણ અનેક સ્થાન પર આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. યૂરોપની જેમ દિલ્હીમાં પણ વેક્સીન પાસપોર્ટ પ્રણાલી બનાવવા પર સલાહ આપવામાં આવી છે. જેમા ટીકાકરણ વગરના લોકોને સાર્વજનિક સ્થાન સુધી પહોંચને સીમિત કરવામાં આવે.
ઓમીક્રોનના સંકટથી વધી ચિંતા
મુંબઈ પછી દિલ્હીમાં કોરોનાના નવા વેરિએંટ ઓમીક્રોનને લઈને સૌથી વધુ ચિંતા જાહેર કરવામાં આવી રહી છે. દિલ્હીમાં જ મુંબઈ પછી સૌથી વધુ વિદેશી ફ્લાઈટ્સ આવે છે. સોમવારે ડીડીએમઅની બેઠકનો ફોકસ ઓમીક્રોનને કારણે થયેલ ચિંતાઓનુ વિશ્લેષણ કરવાનુ હતુ. જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ખૂબ જ મુખ્ય બતાવ્યુ છે. દિલ્હી સરકારના એક અધિકારીએ બુધવારે જણાવ્યુ કે સાર્વજનિક સ્થાન પર ટીકાકરણવાળા લોકોની પહોંચને સીમિત કરવાનો પ્રસ્તાવ પર હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે અનેક અધિકારીઓએ આ પ્રસ્તાવને પોતાનુ સમર્થન આપ્યુ છે.