મોદી સરકાર આજે કરશે અવિશ્વસ પ્રસ્તાવનો સામનો, જાણો 10 મોટી વાતો

શુક્રવાર, 20 જુલાઈ 2018 (09:57 IST)
છેલ્લા ચાર વર્ષમાં આજે શુક્રવારે પહેલીવાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. મોનસૂન સત્રના પ્રથમ દિવસે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ટીડીપી અને વિપક્ષી દળોના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને સ્વીકાર કર્યો હતો. બુધવારે સંસદના માનસૂન સત્રના પ્રથમ દિવસે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો. મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર, અને દલિતો અને અનુસૂચિત જાતિયો માટે કમજોર કાયદાના મુદ્દાને લઈને નોટિસ સ્વીકાર કરી. 
 
આવો હવે શુક્રવારે થનારા અવિશ્વાસ પ્રસ્તાવ વિશે દસ મહત્વપૂર્ણ વાતો જાણીએ 
 
1. ટીડીપીના કેસીનેની શ્રીનિવાસ લોકસભામાં શુક્રવારે સવારે અવિશ્વાસ પ્રસ્તાવને આગળ વધારશે. 
2. નેશનલ ડેમોક્રેટિક એલાયંસની પાસે 533 સભ્યની લોકસભામાં 312 સભ્ય છે જે 266ના અડધાથી વધુ છે. એનડીએનો આ આંકડો અવિશ્વાસ પ્રસ્તાવના પડકાર માટે જરૂરી છે. 
3. ટીડીપીના સાંસદ જે સી દિવાકર રેડ્ડીએ બુધવારે સંસદમાં ભાગ નહોતો લીધો. તેમણે કહ્યુ કે જ્યારે આ મુદ્દાને ચર્ચામાં લાવવામાં આવશે તો તે તેનાથી દૂર રહેશે. 
4. બધી વિપક્ષી પાર્ટીયો અવિશ્વાસ પ્રસ્તાવનુ સમર્થન નથી કરી રહી. એઆઈએડીએમકે અને તેલંગાના રાષ્ટ્ર સમિતિએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે અવિશ્વાસ પ્રસ્તાવમાં નહી રહે. 
5. આમ આદમી પાર્ટી(આપ) એ પોતાના બધા સાંસદોને મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં વોટ આપવા માટે વ્હીપ રજુ કરી ચુકી છે. 
6. શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને હજુ સુધી પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાનુ વલણ સરકાર પ્રત્યે થોડુ નારાજગી ભર્યુ છે. 
7. 18 સાંસદો સાથે લોકસભામાં પાંચમી સૌથી મોટી પાર્ટી બીજૂ જનતા દળ (બીજેડી)એ પાર્ટીનો નિર્ણય પોતાના અધ્યક્ષ નવીન પટનાયક પર છોડી દેવામાં આવ્યો છે. 
8. બીજેપીના સાંસદ શત્રુધ્ન સિન્હા જે હંમેશા મોદી સરકારની આલોચના કરતા આવ્યા છે. તેમણે કહ્યુ કે તેઓ સરકાર સાથે રહેશે. 
9. શુક્રવારે થનારી ચર્ચા માટે ભાજપાને ત્રણ કલાક અને 33 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે કે કોંગ્રેસમાં 38 મિનિટ, એઆઈએડીએમકેને 29 મિનિટ, ટીએમસીને 27 મિનિટ, બીજેડીને 15 મિનિટ, શિવસેનાને 14 મિનિટ, ટીડીપીને 13 મિનિટ અને ટીઆરએસને નવ મિનિટનો સમય આપવામાં આવશે. 
10. કેન્દ્રીય મંત્રી અનંત કુમારે કહ્યુ કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના આંકડા કમજોર છે અને સરકાર પર અવિશ્વાસ પ્રસ્તાવ લગાવવો ખોટો નિર્ણય હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર