દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 653 કેસ મળી આવ્યા છે, જે 116 દેશોમાં ફેલાયેલા છે
કેન્દ્ર સરકારે તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે નવા ચેપ ડેલ્ટા વેરિઅન્ટ કરતા ત્રણ ગણા ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં કન્ટેઈનમેન્ટ ઝોન નક્કી કરવાની, રસીકરણ વધારવાની અને પ્રોટોકોલનું પાલન કરવાની જરૂરિયાત વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 653 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં, વિશ્વના 116 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. ખાસ કરીને યુકે, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, રશિયા, દક્ષિણ આફ્રિકા, વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે.