આ પ્રસંગે સરકારને અનુરોધ કર્યો હતો કે, ફિલ્મોમાં અશ્લીલ રીતે ધાર્મિક અને ભક્તિ ગીતો, રામલીલા અને ધાર્મિક ગીતોના શૂટિંગ અને પ્રચાર પર પ્રતિબંધ મુકવામાં આવે, ખાસ કરીને સારેગામાના 'મધુબન'ના મ્યુઝિક વીડિયો 'રાધિકા નાચી' પર પ્રતિબંધ મૂકવામાં આવે. નવા વર્ષમાં હોટલ અને અન્ય જગ્યાએ જે પાર્ટી થાય છે અને યુવા પેઢીને અશ્લીલ ડાન્સ, ડીજે અને દારૂ પીરસવામાં આવે છે, યુવા પેઢી ખોટા રસ્તે જાય છે. તેના બદલે ધાર્મિક કાર્યક્રમો, ભજન સંધ્યા, સામાજિક કાર્યક્રમો વગેરે હોવા જોઈએ. જેનાથી લોકોનું ધર્મ પ્રત્યે લગાવ વધે છે અને સમાજમાં ગુનાખોરી ઓછી થાય છે.