મઘ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના - 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર નહેરમાં ખાબકી, 45થી વધુના મોતની આશંકા

મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (12:37 IST)
sidhi bus accident
મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી. કેનાલમાંથી અત્યાર સુધી 25 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. 7 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ડ્રાઈવર તરીને ફરાર થઈ ગયો છે. તેની અટકાયત કરી છે. બસમાં 54 મુસાફરો હતા. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક 45 થી વધુ હોઈ શકે છે. સવારે 11.45 વાગ્યે બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. કેટલાક મૃતદેહો વહી ગયા છે. બસ સીધીથી સતના જઈ રહી હતી. 
 
રસ્તા પર હતો જામ તેથી ડ્રાઈવરે નહેરવાળો રસ્તો પસંદ કર્યો 
 
પોલીસના જણાવ્યા મુજબ બસમાં 32 સવારીઓની જ સીટ હતી પણ તેમા 54 મુસાફરો લઈ જવામાં આવી રહ્યા હતા. બસને છુહિયા ઘાટી થઈને સતના જવાનુ હતુ, પણ અહી જામ લાગ્યો હોવાથી ડ્રાઈવરે રૂટ બદલ્યો અને તે નહેરના રસ્તે બસ કાઢવા લાગ્યો. આ રસ્તો ખૂબ જ સંકરો હતો અને આ દરમિયાન ડ્રાઈવરે સમતુલન ગુમાવ્યુ અને બસ નહેરમાં જઈ પડી. તૈરાકોની ટીમ રેસક્યુમાં લાગી. 
 
SDRFની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી છે. બસને ક્રેનથી બહાર કાઢવામાં આવી રહી છે. તૈરાક પણ ત્યા હાજર છે.  નહેરમાં પાણીનો વહેણ તેજ હોવાને કારણે રેસ્ક્યુ ટીમ જલસ્તર ઓછુ થવાની રાહ જોઈ રહી હતી.  આશંકા છે કે તેજ વહેણને કારણે લોકો ઘટના સ્થળથી ખૂબ દૂર વહી ગયા હશે.  સાવધાની માટે બાણસાગર ડેમમાંથી નહેરનુ પાણી રોકવામાં આવ્યુ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર