સાનિયા મિર્જા પર લાગ્યો 20 લાખની ટેક્સ ચોરીનો આરોપ, નોટિસ મોકલી

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (09:27 IST)
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાને કથિત રીતે સર્વિસ ટેક્સ ચુકવણી ન કરવાના કે સર્વિસ ટેક્સની ચોરી કરવાના સંબંધમાં સેવા કર વિભાગે કર્યા છે. સેવા કર કાર્યાલયના પ્રધાન આયુક્તે 6 ફેબ્રુઆરીએ સાનિયા મિર્જા સામે નોટીસ જાહેર કરી છે. 
સમાચાર મુજબ નોટિસમાં કહ્યું છે કે વિત્ત કાનૂન 1994ના પ્રાવધાન અને ત્યાં બનાવેલ નિયમોના સંબંધમાં સર્વિસ ટેક્સના ગેરભુગતાન કે ચોરીને લઈને તમારી સામે તપસના સંબંધમાં પૂછતાછ કરવી છે. મારા પાસે આ વિશ્વાસ કરવાના કારણ છે કે તમારી પાસે આ તપાસથી સંકળાયેલા તથ્ય કે દસ્તાવેજ છે. 
 
નોટિસમાં આગળ કીધું કે જો સાનિયા મિર્જા નક્કી સમયમાં કાર્યાલયમાં હાજર થઈ કર સેવાથી સંકળાયેલા બાબતોને સંતુષ્ટિપૂર્ણ જવાબ  નહી આપશે તો તેને દંડિત પણ કરી શકાય છે. 
 
 

વેબદુનિયા પર વાંચો