જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે સવારે એક ટેમ્પો ખાડામાં પડી ગયો હતો. ટેમ્પોમાં 12 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. ટેમ્પો જમ્મુથી બાગનકોટ જઈ રહ્યો હતો. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. હાલમાં, સ્થાનિક સ્વયંસેવકો, પોલીસ અને સંબંધિત પ્રાદેશિક એજન્સીઓ દ્વારા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ અકસ્માત અંગે વાત કરી હતી
આ અકસ્માત અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મુથી બાગનકોટ જઈ રહેલો ટેમ્પો અચાનક રસ્તા પરથી લપસી ગયો અને ઊંડી ખાઈમાં પડી ગયો. એવું લાગે છે કે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.