તેલંગાના દુષ્કર્મ હત્યા/ચારેય આરોપીઓનું 9મા દિવસે એનકાઉંટર, ઘટના રીક્રિએટ કરતી વખતે ભાગી રહ્યા હતા

શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (10:32 IST)
તેલંગાના દુષ્કર્મને ચારેય આરોપીઓનુ પોલીસે એનકાઉંટર કરી દીધુ છે. શમશાબાદ ના ડીસીપી પ્રકાશ રેડ્ડીના મુજબ પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિજ પર પહોંચી હતી જ્યા તેમણે ડોક્ટરને કેરોસીન નાખીને સળગાવી હતી. પૂછપરછ અને ઘટનાને રીક્રિએટ કરવા દરમિયાન આરોપી પોલીસના હથિયાર છોડાવીને ભાગવા લાગ્યા. તેમણે પોલીસ કર્મચારીઓ પર ફાયરીંગ કરી. આત્મરક્ષામાં પોલીસે જવાબી ફાયરિંગ કરી. જેમા ચારેય આરોપી માર્યા ગયા. સાઈબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે બતાવ્યુ કે ચારેય આરોપી શુક્રવારે સવારે 3 થી 6 વાગ્યા વચ્ચે પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે જણાવ્યુ કે ચારેય આરોપી શુક્રવારે સવારે 4 થી 6 વાગ્યા વચ્ચે શાદનગર સ્થિત ચતનપલ્લીમાં એનકાઉંટરમાં માર્યા ગયા.  એક વરિષ્ઠ પોલીસ ઓફિસરે કહ્યુ કે ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. 
 
પોલીસનુ એનકાઉંટર આગળ ઉદાહરણ બનશે - પીડિતાની બહેન 
 
એનકાઉંટરના સમાચાર મળ્યા પછી પીડિતના પિતાએ કહ્યુ - અમારી બાળકીને મરીને 10 દિવસ થઈ ગયા. તેલંગાના સરકાર, પોલીસ અને જે લોકો મારી સાથે ઉભા હતા તેમને શુભેચ્છા. બીજી બાજુ પીડિતાની બહેને કહ્યુ કે આરોપી એનકાઉંટરમાં માર્યા ગયા. હુ આ સમાચારથી ખૂબ ખુશ છુ.  આ એક ઉદાહરણ રહેશે. આશા છેકે આગળ આવુ કહી નહી થાય હુ પોલીસ અને તેલંગાના સરકારનો આભાર માનવા માંગુ છુ. 
ઈશ્વરે કાયદા પહેલા આરોપીઓને સજા આપી - તેલંગાના કાયદા મંત્રી 
 
તેલંગાનાના કાયદા મંત્રી એ ઈન્દ્રાકરણ રેડ્ડીએ એક ન્ય્ઝ ચેનલને કહ્યુ - ભગવાને કાયદ પહેલા સજા આપી. આરોપીને. તેમની સાથે જે થયુ તેનો આખુ હિન્દુસ્તાન ખુશ છે. ટીવીમાં અમે આરોપીઓને જોયા છે.  તેમની સાથે જે થયુ તેનાથી હિન્દુસ્તાન ખુશ છે. ટીવીમાં અમે જોયુ કે આરોપી પોલીસના હથિયાર લઈને ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. જે થયુ સારુ થયુ.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર