Indian Navy Day - 1971 માં પાકને હરાવનારી ભારતીય નૌસેના આજે પણ દરેક મામલે છે તાકતવર... જાણો કેવી રીતે

મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (13:31 IST)
ભારતીય નૌસેના નામ - ઈતિહાસ પર નજર નાખીએ તો ભારતીય નૌસેનાની શરૂઆત 1612માં થઈ હતી. અંગ્રેજોએ પોતાના જહાજોની સુરક્ષા માટે કમ્પનીઝ મરીનના રૂપમાં સેના ગઠિત કરી હતી. ત્યારબાદ રોયલ ઈંડિયન નૌસેના નામ આપવામાં આવ્યુ. બીજી બાજુ દેશ આઝાદ થયા પછી રૉયલ ઈંડિયન નેવીને 26 જાન્યુઆરી 1950માં ફરીથી રચના કરી તેને ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યુ. 
 
પાકિસ્તાનને હરાવ્યુ - બીજી બાજુ 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસને ઉજવવાની શરૂઆત 1971થી થઈ હતી. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાએ ઓપરેશન ટ્રાઈડેંટ ચલાવીને પાકના કરાંચી હાર્બરને તબાહ કરી નાખ્યુ હતુ. આ પાકિસ્તાન નૌસેના મુખ્યાલય હતુ.  આવામાં ભારતીય નૌસેનાના આ ખતરનાક હુમલાથી પાક સેના કમજોર પડી ગઈ. અને યુદ્ધ હારી ગઈ હતી. 
 
ખૂબ તાકતરવર છે.  - દુનિયાની પાંચમી સૌથી મોટી નૌસેના તરીકે ઓળખાતી ભારતીય નૌસેના પાસે હાલ 78,000થી વધુ સૈનિક છે. ખાસ વાત તો એ છે કે આજે પણ આટલા વષો પછી પણ ભારતીય નૌસૈના પાકિસ્તાનની નૌસેના પર ભારે પડવાની ક્ષમતા ધરાવે છે. જેના દ્વારા મિનિટોમાં તેને બરબાદ કરી શકે છે. ભારતીય નૌસેના પાક. કરતા હથિયાર મામલે ઘણી તાકતવર છે. 
 
ભારતની નૌસેના - તાજેતરમાં આવેલા આંકડા મુજબ ભારતીય નૌસેનામાં 295 જહાજ છે. બીજી બાજુ વર્તમાન વાહક જહાજ 3, યુદ્ધ પોત 14, લડાકૂ જળપોત 23, પનડુબ્બી 15, પેટ્રોલ ક્રાફ્ટ 139 અને યુદ્ધ પોત જહાજ 6 છે. 
 
પાકિસ્તાનની નૌસેના - જ્યારે કે પાકિસ્તાન પાએ તેની નૌસેનામાં લગભગ 197 જહાજ છે.  બીજી બાજુ વર્તમાન વાહક પોત 0, યુદ્ધ પોત 10. વિધ્વંશક 0. પનડુબ્બી 8, પેટ્રોલ ક્રાફ્ટ 17 અને યુદ્ધ પોત જહાજ 3 છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર