Tamil Nadu Helicopter crash: તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત અને પત્ની મઘુલિકાનુ મોત
બુધવાર, 8 ડિસેમ્બર 2021 (18:18 IST)
દેશના પહેલા ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (સીડીએસ) જનરલ રાવતનુ નિધન થયુ છે. તમિલનાડુના કુન્નુરમાં આજે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમની પત્ની અને 11 અન્ય ઓફિસરો સાથે તેમનુ નિધન થઈ ગયુ. ભારતીય વાયુસેનાએ સીડીએસ જનરલ રાવત, તેમનીપત્ની અને 11 અન્ય લોકોની હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોતની ચોખવટ કરી છે.
તમિલનાડુના નીલગિરી જીલ્લામાં બુધવારે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ક્ર્રેશમાં ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવતની પત્ની મઘુલિકા રાવતનુ મોત થઈ ગયુ. નીલગિરીના જીલ્લાધિકારીએ કહ્યુ કે દુર્ઘટનાગ્રસ્ત થયેલ વાયુસેનાના હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13ના મોત થઈ ગયા અને એક વ્યક્તિ(પુરૂષ)ને બચાવી લેવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે તમિલનાડુના કુન્નૂરમાં હેલીકોપ્ટર દુર્ઘટના વિશે સંબંધિત મંત્રાલય દ્વારા યોગ્ય સમય પર માહિતી મોકલવામાં આવશે.
આ સમાચાર હાલ આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ. અમારી કોશિશ છે કે તમારી પાસે સૌથી પહેલા માહિતી પહોંચે. તેથી તમને અનુરોધ છે કે બધા મોટા અપડેટ્સ જાણવા માટે આ પેજને રીફ્રેશ કરી લો.
CDS chopper crash: 13 of 14 personnel on-board confirmed dead