દુર્ઘટનાગ્રસ્ત થયુ એયર ફોર્સનુ વિશ્વાસપાત્ર Mi- 17 V5, જાણો શુ છે આ હેલીકોપ્ટરની વિશેષતા

બુધવાર, 8 ડિસેમ્બર 2021 (16:29 IST)
કુન્નૂરમાં આજે સેનાનું  એક હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ હેલીલોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને સેનાના અનેક વરિષ્ઠ અધિકારી મુસાફરી કરી રહ્યા હતા. ભારતીય વાયુ સેનાએ માહિતી આપી કે હેલીકોપ્ટર IAF Mi17વી 5 હેલીકોપ્ટર હતુ. આ મીડિયમ લિફ્ટ હેલીકોપ્ટર ભારતીય વાયુ સેનાનો એક મહત્વનો ભાગ છે. જે કૉમ્બૈટ રોલથી લઈને સૈનિકો અને અધિકારીઓને એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે. જાણો આ હેલીકોપ્ટરની વિશેષતા.. 
 
રૂસમાં નિર્મિત હેલીકોપ્ટર બની ભારતીય સેના મુખ્ય ભાગ 
 
 
Mi 17 V5 રશિયન હેલીકોપ્ટર્સની એક સબસીડીયરી કજાન હેલીકોપ્ટર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતીય વાયુસેના પાસે અત્યાર સુધી ઉપલબ્ધ  Mi શ્રેણીના હેલીકોપ્ટર્સમાં આ સૌથી ઉન્નત શ્રેણીનુ હેલીકોપ્ટર છે. ભારતીય વાયુસેના આ સ્ર્હેણીના અનેક હેલીકોપ્ટરનો ઉપયોગ કરે છે. જેમા Mi 26, Mi-24, Mi-17 અને  Mi 17 V5સામેલ છે. હેલીકોપ્ટરનુ મુખ્ય કામ ટ્રાંસપોર્ટેશન અને સૈનિકોને એક સ્થાન પરથી બીજા સ્થાન  સુધી લઈ જવા કે યુદ્ધના ક્ષેત્રમાંથી કાઢવા અને બચાવ કાર્ય વગેરેમાં કરવામાં આવે છે. જોકે તેમા જરૂર પડતા સાધારણ હથિયાર લગાવીને હુમલાવરની ભૂમિકા પણ ભજવી શકાય છે.  જો કે ભારતીય વાયુસેના તેનો સામાન્ય રીતે ઉપયોગ યુદ્ધક હેલીલોપ્ટરમાં જ કરે છે. 
 
.
શુ છે Mi 17 V5ની વિશેષતા
 
 
Mi સીરિઝનુ આ હેલીકોપ્ટર દુનિયાભરના અનેક દેશોમાં ઉપયોગમાં લેવાય રહ્યુ છે.  અને તેનુ પ્રદર્શન ખૂબ વિશ્વાસપાત્ર છે. હેલીકોપ્ટર  Mi- 8 ના એયરફ્રેમના આધાર પર તૈયાર કરવામાં આવે છે. જો કે તેમા પહેલાથી જ અનેક ઉન્નત તકનીકનો ઉપયોગ કર્યો છે.  હેલીકોપ્ટર ખૂબ જ ઠંડાથી લઈને ખૂબ જ ગરમ વાતાવરણમાં સહેલાઈથી ઉડાન ભરી શકે છે. હેલીકોપ્ટરનુ કેબિન ખૂબ મોટુ છે. જેનુ ફ્લોર એરિયા 12 વર્ગ મીટરથી વધુ છે. હેલીકોપ્ટરને એ રીતે ડીઝાઈન કરવામાં આવ્યુ છે કે સામાન અને સૈનિકોને પાછળના રસ્તે ઉતારી શકાય છે. હેલીકોપ્ટરમાં 4 મલ્ટીફંક્શન ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. ઓન બોર્ડ વેઘર રડાર અને ઓટો પાયલોટ સિસ્ટમ પણ છે.  જેનાથી પાયલોટને ખૂબ મદદ મળે છે.  Mi 17 V5 ભારતની વિશેસ જરૂરિયાતોના આધાર પર અપગ્રેડ કરવામાં આવ્યુ છે. 
 
શુ છે આ હેલીકોપ્ટર્સની કિમંત 
 
રક્ષા મંત્રાલયે વર્ષ 2008ના ડિસેમ્બરમાં આવા 80 હેલીકોપ્ટર માટે 130 કરોડ ડોલરની ડીલ કરી હતી. 2008માં ડોલર અને રૂપિયાના સરેરાશ એક્સચેંજ રેટના આધાર પર આ રકમ લગભગ 6000 કરોડ રૂપિયા જેટલી છે. એટલે કે એક હેલીકોપ્ટરની ડીલ વૈલ્યુ 76 કરોડ રૂપિયાના જેટલી પડી હતી. ડીલમાં હેલીકોપ્ટર સાથે અનેક અન્ય સેવાઓ અને તકનીકોનો પણ સમાવેશ હતો.  ભારતીય વાયુ સેનાને આ વિમાન 2013 સુધી 36 વિમાન મળી ચુક્યા હતા. એપ્રિલ 2019માં ભારતીય વાયુસેનાએ આ હેલીકોપ્ટર માટે રિપેયર અને ઓવરહૉલ ફેસિલિટીની પણ શરૂઆત કરી હતી.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર