પ્રધાનમંત્રી આજે તમિલનાડુની મુલાકાતે રહેશે. તેઓ આજે સવારે ત્રિચીથી હેલિકોપ્ટર દ્વારા અરિયાલુર જિલ્લાના ગંગાઈકોંડા ચોલાપુરમ પહોંચશે, જ્યાં બપોરે 12 વાગ્યે તેઓ સમ્રાટ રાજેન્દ્ર ચોલ I ની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આદિ તિરુવતિરાય મહોત્સવમાં પણ ભાગ લેશે અને રાજેન્દ્ર ચોલ I ના માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડશે.