સગીર વર, વયસ્ક વધુ - સગીર વરરાજા પર નોંધાયેલ બાળલગ્નનો કેસ સુપ્રીમ કોર્ટે કર્યો રદ્દ

મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (13:43 IST)
કાયદ્દાની વિસંગતિ અને વ્યાખ્યા ક્યારેય ક્યારેક વિચિત્ર સ્થિતિ પેદા કરે છે.  જેનુ એક ઉદાહરણ આ કેસ છે. જેમા લગ્નના સમયે વર 17 વર્ષન સગીર અને વહુ 18 વર્ષથી ઉપરની વયસ્ક હતી. પણ હાઈકોર્ટના આદેશ પર બાળલગ્નનો કેસ નોંધયઓ કારણ કે તે કાયદાની નજરમાં બાળક હતો. 
 
કેસ થયો રદ્દ 
 
સુપ્રીમ કોર્ટે વરરાજા પર કેસ રદ્દ કરતા કહ્યુ કે હાઈકોર્ટએ આદેશ આપીને ગંભીર ભૂલ કરી છે. કારણ કે લગ્નના સમયે છોકરાની વય 17 વર્ષ હતી જે કે 18 વર્ષથી ઓછી છે તેથી તેના પર બાળ લગ્ન કાયદાની ધારા 9 ની જોગવાઈ લાગૂ નહી થાય્ આ ઉપરાંત કોર્ટે એ પણ કહ્યુ છે કે વરરાજા પાસે વિકલ્પ છે જો તે ચાહે તો બાળ લગ્ન કાયદાને ધારા 3 હેઠળ પોતાના લગ્ન રદ્દ કરાવી શકે છે. 
 
બાળ લગ્ન કાયદાની ધારા 9 ની કાયદાકીય વિસંગતિ 
 
સુપ્રીમ કોર્ટે આ સાથે જ બાળ લગ્ન કાયદાની ધારા 9 ની કાયદાકીય વિસંગતિને ઉજાગર કરતા તેની નવી વ્યવસ્થા પણ કરી છે. આ નિર્ણય ન્યાયમૂર્તિ એમએમ શાંગનગૌડર અને અનિરુદ્ધ બોસની પીઠે પંજાબ હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકાર આપનારી વરરાજાની અપીલ સ્વીકાર કરતા સંભળાવ્યો છે. 
 
વરરાજા પર બાળલગ્ન કાયદાની ધારા 9ની જોગવાઈ લાગૂ નહી થય 
 
બાળ લગ્ન કાયદાની ધારા 9 વયસ્ક પુરૂષના સગીર સાથે લગ્ન પર સજાની જોગવાઈ કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે  હાઈકોર્ટએ છોકરાના શાળાનુ પ્રમાણપત્રમાં આપેલ આયુ પર વિશ્વાસ કરીને ધારા 9 માં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. પણ શાળાકીય પ્રમાણપત્રના મુજબ લગ્નના સમયે છોકરાની વય 17 વર્ષ હતી એટલે કે 18થી ઓછી હતી. તેથી આ મામલે ધારા 9 (સગીર પુરૂષના બાળ લગ્ન કરવા પર સજા)ની જોગવાઈ લાગૂ નહી થાય. 
 
ધારા 2 (એ) 21 વર્ષથી ઓછી વયનો છોકરો અને 18 વર્ષથી ઓછી વયની છોકરી બાળક સમજવામાં આવશે. 
 
કોર્ટે કહ્યુ કે ધારા 9 નો અપરાધ સમજવા માટે કાયદાની અવધારણા અને ઉદ્દેશ્યને સમજવો પડશે. તેની ધારા 2 (એ) કહે છે કે 21 વર્ષથી ઓછી વ્યાનો છોકરો અને 18 વર્ષથી ઓછી વયની છોકરી બાળકો સમજાશે.  ધારા 2 (બી) કહે છે કે બાળ લગ્નનો મતલબ છે કે લગ્ન કરનારા બંનેમાંથી કોઈનુ પણ બાળક હોવુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તેનો મતલબ છે કે જો પતિ 18 થી 21ના વચ્ચેનો પણ હોય તો તે પણ બાળ લગન માનવામાં આવશે. 
 
કોર્ટે કહ્યુ કે અહી લગ્નના સમયે ફક્ત છોકરી વયસ્ક હતી. કાયદો વયસ્ક યુવતીના સગીર સાથે લગ્ન કરવા પર સજાની જોગવાઈ નથી કરતી. આવામાં તો એ અર્થ નીકળે છે કે જો છોકરો 18 થી 21ની વચ્ચેનો છે અને તે વયસ્ક યુવતી સાથે લગ્ન કરે છે તો છોકરીને સજા નહી થાય પણ છોકરાને સજા થશે જ્યારે કે તે તો પોતે જ બાળક છે. કોર્ટે કહ્યુ કે કાયદાની આ વ્યવસ્થા કાયદાના ઉદ્દેશ્યના વિરુદ્ધ છે.   નિસદેહ આ કાયદો સમાજમાં વ્યાપ્ત બાળલગ્ન  રોકવા માટે છે. ઉદ્દેશ્ય બાળવધુઓ પર ખરાબ અસરને રોકવાનો છે.  
 
કોર્ટે ધારા 9ની વ્યાખ્યા કરતા કહ્યુ છે કે આ ધારામાં 18 વર્ષથી વધુના પુરૂષના બાળ લગ્ન કરવાને બદલે 18 વર્ષથી વધુ વયના બાળક સાથે લગ્ન કરવા પડી જાય.  સાથે જ કોર્ટે કહ્યુ કે તે 18 થી 21 વર્ષના પુરૂષ અને વયસ્ક મહિલા વચ્ચે થયેલ લગ્નની વૈઘાનિકતા પર કોઈ ટિપ્પણી નથી કરી રહી પણ આવા મામલામાં યુવક પાસ્સે કાયદાની ધારા 3 હેઠળ લગ્નને રદ્દ કરવાનો વિકલ્પ રહેશે. 
 
શુ છે મામલો 
 
પરિવારની સહમતિ વગર પ્રેમ લગ્ન કરનારા દંપતિએ 2010માં પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં અરજી આપીને સુરક્ષા માંગી  કોર્ટે સુરક્ષાનો આદેશ આપી દીધો. લગભગ છ મહિના પછી યુવતીના પિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો કે યુવકે પોલીસ સુરક્ષા માંગવા માટે કોર્ટમાં લગ્ન સમયે પોતાની વય 23 વષ બતાવી જ્યારે કે શાળાના પ્રમાણપત્ર મુજબ તે લગ્ન સમયે 17 વર્ષનો હતો.  હાઈકોર્ટે જેના પર દંપતિને સુરક્ષા આપવાનો પોતાનો આદેશ પરત લઈ લીધ્હો અને યુવક વિરુદ્ધ બાળ લગ્ન કાયદામાં એફઆઈઆર નોંધાવીને આદેશ આપ્યો. યુવક તરફથી હાઈકોર્ટેના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો.  સુપ્રીમ કોર્ટના અંતરિમ આદેશમાં પહેલા જ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવામા6 આવી હતી.  નવેમ્બરના પહેલા અઠવાડિયામા અરજી સ્વીકાર કરતા હાઈકોર્ટનો આદેશ રદ્દ કરવામાં આવ્યો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર