મુંબઈની આ ઘટના ચિંતા ઉભી કરનારી છે. જો પોલીસે જણાવેલ માહિતી સાચી છે તો બીજા પેરેંટ્સ માટે આ સબક છે કે તેમણે પોતાની પુત્રીઓને માસિકચક્ર વિશે શિક્ષિત કરવી જોઈએ. તેને લઈને પરિવાર અને સમાજમાં ખુલેઆમ વાત થવી ખૂબ જરૂરી છે. તમે ન સમજાવી શકો તો એકવાર લેડી ડોક્ટર પાસે જરૂર લઈ જાવ અને કિશોરીઓએ પણ ગભરાવવુ ન જોઈએ કે ગૂગલમાં સર્ચ કરીને કોઈ ગૂગલ જ્ઞાન ન લેવુ જોઈએ. ગૂગલ પર બધી વાતો સાચી હોય એ જરૂરી નથી. તમને પીરિયડસને લઈને કોઈપણ સમસ્યા હોય તો તમે અમને
[email protected] પર લખી શકો છો. અમે તમને ડોક્ટરની સલાહ મુજબ જવાબ આપીશુ.