12માં ધોરણના પુસ્તકમાં સ્ત્રીઓના ફીગર પર કમેંટ, લોકોમાં આક્રોશ

ગુરુવાર, 13 એપ્રિલ 2017 (12:00 IST)
ધોરણ 12ની શારીરિક શિક્ષાના પુસ્તકમાં 36-24-36ની સ્ત્રીના શરીર માટે સૌથી સારા આકારના રૂપમાં પરિભાષિત કરવાને લઈને સોશિયલ મીડિયા પર લોકોમાં આક્રોશ છે. આલોચક આ વસ્તુને પુસ્તકમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે પાઠ્યક્રમ અને શાળામાં ભણાવવામાં આવી રહેલ સામગ્રીની તપાસની કમીને લઈને ચર્ચા થતી રહી છે. 
 
ડો. વીકે શર્માની લખેલી અને દિલ્હી સ્થિત ન્યૂ સરસ્વતી હાઉસ પ્રકાશનની હેલ્થ એંડ ફિઝિકલ એજ્યુકેશન શીર્ષકવાળી પુસ્તક સીબીએસઈ સાથે જોડાયેલ વિવિધ શાળામાં ભણાવવામાં આવે છે. સીબીએસઈએ જો કે સ્પષ્ટ કર્યુ છે કે ત્ને પોતાના શાળામાં ખાનગી પ્રકાશકોને કોઈપણ પુસ્તકની ભલામણ નથી કરી. પુસ્તકના પાઠ ફિજિયોલોજી એંડ સ્પોર્ટ્સના એક અંશમાં કહેવામાં  આવ્યુ છે.. 'મહિલાઓના 36-24-36 આકારને સૌથી સારુ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મિસ વર્લ્ડ કે મિસ યૂનિવર્સ હરીફાઈમાં આ પ્રકારના શરીરના આકારનુ પણ ધ્યાન રાખવામાં આવે છે." 
 
સોશિયલ મીડિયા પર પુસ્તકનો આ અંશ વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર વિવિધ યૂઝર્સે તસ્વીર શેર કરી આ અંશનો ઉલ્લેખ કર્યો અને માંગ કરી કે પ્રકાશક આ સામગ્રીને પરત લે અને શાળાના પાઠ્યક્રમમાંથી આ પુસ્તકને હટાવવામાં આવે. ખાનગી પ્રકાશકનુ પુસ્તક લેતી વખતે સાવધાની રાખે. સીબીએસઈના એક નિવેદનમાં કહ્યુ, વિદ્યાલયો તરફથી એ આશા કરવામાં આવે છે કે તે કોઈ ખાનગી પ્રકાશકના પુસ્તકની પસંદગી કરતી વખતે ખૂબ સાવધાની રાખશે અને સામગ્રીની તપાસ જરૂર કરવી જોઈએ.  જેનાથી એવી કોઈપણ આપત્તિજનક વસ્તુને હટાવી શકાય જેનાથી કોઈ વર્ગ, સમુહ, લિંગ, ધાર્મિક સમૂહની ભાવનાઓને ઠેસ પહોંચે.  શાળાએ પોતાના દ્વારા નિર્ધારિત પુસ્તકની સામગ્રીની જવાબદારી લેવી પડશે. 
 
લોકસભામાં માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહ બતાવી ચુક્યા છે કે સીબીએસઈની પાસે ખાનગી પ્રકાશનોની પુસ્તકોની ગુણવત્તા માપવાનો કોઈ તંત્ર નથી. સાથે જ એવા પુસ્તકોને લાગૂ કરવા કે તેની ભલામણનો અધિકાર પણ નથી. પહેલા પણ રહેલ વિવાદિત સામગ્રી સીબીએસઈ પાઠ્યપુસ્તકમાં વિવાદિત સામગ્રી હોવાનો આ જો કે પ્રથમ મામલો નહ્તી. 
 
આ પહેલા આ મામલા વિવાદમાં આવી ચુક્યા છે.  
 
- ચોથા ધોરણની પર્યાવરણ વિજ્ઞાનના પુસ્તકમાં વિદ્યાર્થીઓને કિલ એ કિટન (બિલ્લીના બચ્ચાને મારી નાખો)નો પ્રયોગ આપવામાં આવ્યો. વિરોધ પછી પ્રકાશકે પુસ્તક પરત લીધુ. 
- 12માના સમાજવિદ્યાના પુસ્તકમાં કદરૂપી યુવતી અને દિવ્યાંગતાને દહેજનુ કારણ બતાવ્યુ. 

વેબદુનિયા પર વાંચો