મુંબઈના પરેલ-એલફિંસ્ટન રેલવે બ્રિઝ પર મોટી ભગદડ થઈ છે. આ ભગદડમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે કે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે.મળતા અહેવાલ અનુસાર ખૂબજ ભીડ અને અફવાને કારણે આ નાસભાગ મચી છે. આ ઘટના 11 કલાકની આસપાસ થઈ હોવાના અહેવાલ છે. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. જે જગ્યાએ નાસભાગ થઈ છે ત્યાં ભીડ પૂજા કરનારા લોકોની હતી. રાહત અને બચાવનુ કાર્ય ચાલુ છે.
આજે મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે ટ્રેન લેટ ચાલી રહી હતી.
ઉલ્લેખનીય છે કે આ બ્રિઝ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન રેલવે લાઈનને જોડતો હતો અને આ બ્રિઝ પર ખૂબ ભીડ રહે છે.