ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂમૂઁ એ ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત ભવ્ય અધ્યાત્મ સમારંભમાં પોતાનું વક્તવ્ય આપતા જણાવેલ કે વિશ્વના પાંચ ખંડોમાં માનવીય ગુણો સકારાત્મક જીવન અને આધ્યાત્મિક વિકાસ માટે બ્રહ્માકુમારીઝ સંસ્થા અસાધારણ કાર્ય કરી રહેલ છે. માનવ માત્રમાં આપસી સ્નેહ, શાંતિ, દિવ્યતા જેવા માનવીય ગુણો દ્વારા સમાજ પરિવર્તનનું શ્રેષ્ઠ કાર્ય સમયની અનિવાર્યતા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂમૂઁ એ જણાવેલ કે ભારતનો સામાજિક આર્થિક વિકાસ સાથે અધ્યાત્મિક વિકાસ જરૂરી છે જે ભારતને વિશ્વ ગુરુ બનાવશે સમાજમાં જે નિરાશા અંધકાર નકારાત્મકતા છે તેને સકારાત્મકતા માં પરિવર્તિત કરવા"સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન" નો મંત્ર જે પિતાશ્રી બ્રહ્મા બાબાએ આપેલ છે તેને અનુસરી વ્યક્તિગત અધ્યાત્મિક જીવન શ્રેષ્ઠ બનાવવું ભારતના નિર્માણમાં સમયની માંગ છે. દ્રોપદી મૂમૂઁ એ પોતાના ઉદબોધન પૂર્વે ઓમ શાંતિનો મહામંત્ર ત્રણ વખત ઉચ્ચારી, ઉપસ્થિત વિશાળ જનસભાને સંબોધન કરી, મહામંત્ર ઓમ શાંતિ ઉચ્ચારણ કરાવેલ.
આ પહેલા ભુવનેશ્વરમાં નિર્માણ પામનાર ભવ્ય ભવન ડિવાઇન લાઇટ હાઉસ નુ ખાતમુહૂર્ત રાષ્ટ્રપતિ મૂમૂઁ, ગવર્નર પ્રો ગણેશીલાલ, મંત્રી અશોક પંડ્યા, બ્રહ્માકુમારી દ્રાદશાજી, બી.કે મૃત્યુંજય તથા ઓરિસ્સાના બ્રહ્માકુમાર ભાઈ બહેનોના હસ્તે કરવામાં આવેલ.
" સકારાત્મક પરિવર્તન વર્ષ -૨૦૨૩" નિમિત સમારંભમાં ઓરિસ્સામાં આવેલ બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર પરથી પ્રારંભ થનાર દિવ્ય અભિયાનને પણ રાષ્ટ્રપતિ મૂમૂજી એ શિવ ધ્વજ લહેરાવી જ્ઞાન કુંભ આપી રવાના કરેલ. સમારંભમાં ગવર્નર શ્રી ગણેશિલાલે જણાવેલ કે બ્રહ્માકુમારી બહેનો માનવસેવા સ્નેહમૂર્તિ અને અધ્યાત્મ પ્રેરક મહાન સંસ્થા છે જેને હું પ્રણામ કરું છું. જે સકારાત્મક શક્તિનો સ્ત્રોત છે મા.આબુથી આવેલ સંયુક્ત સહ પ્રસાસીકા સંતોષ દીદીજી, બ્રહ્માકુમાર મૃત્યુંજયભાઈએ પોતાની શુભેચ્છા સમારંભમાં પાઠવેલ તથા ઉપસ્થિત હજારોની માનવમેદનીએ નવનિર્માણ પામેલ આ ભવન માટે પોતાની શુભકામના પ્રગટ કરેલ.