સિદ્ધારમૈયાની યોગીને સલાહ, કર્ણાટકમાં આવીને ભાષણ આપવામાં સમય ખરાબ ન કરે

શુક્રવાર, 16 માર્ચ 2018 (10:21 IST)
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઉત્તર પ્રદેશ લોકસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ની હાર પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના રાજ્ય જઈને વિકાસ પર ભાષણ ન આપવાની સલાહ આપી. 
 
સિદ્ધારમૈયાએ એક ટ્વીટ કરી કહ્યુ, ભાજપાએ મુખ્યમંત્રી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની સીટ પર અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને આ ઐતિહાસિક જીત પર શુભકામના. બિન-ભાજપા પાર્ટીની એકતાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.  કદાચ યોગી આદિત્યનાથને વિકાસ પર કર્ણાટકને ભાષણ આપવામાં સમય બરબાદ ન કરવો જોઈએ.  
આદિત્યનાથે કર્ણાટકમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા છેલ્લા બે મહિનામાં અત્યાર સુધી મુખ્યમંત્રીના રૂપમાં ચાર વાર યાત્રાઓ કરી છે. જેમા તેમણે હુબ્બાલી, બેંગલુરૂ, દેવાનાગરે અને મંગલુરૂમાં ભાષણ આપ્યા. 
 
પોતાના ભાષણમાં આદિત્યનાથે કોંગ્રેસ દ્વારા રાજ્યનો વિકાસ નહી કરનારો હવાલા આપીને કર્ણાટકના લોકો સાથે રાજ્યને કોંગ્રેસ મુક્ત બનાવવાનો આગ્રહ કર્યો હતો. ગોરખપુરમાં સપા ઉમેદવાર પ્રવીણ નિષાદે ભાજપાના ઉપેન્દ્ર શુક્લને 21 હજારથી વધુ મતોથી હરાવ્યા.  અહી આદિત્યનાથે વર્ષ 2014 પહેલા સતત પાંચ ચૂંટણીમાં જીત નોંધાવી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર