આદિત્ય ઠાકરેએ ડે. સીએમનું પદ સ્વીકારી લેવું જોઇએઃ

સોમવાર, 28 ઑક્ટોબર 2019 (12:18 IST)
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રવિવારે કહ્યું કે, શિવસેનાએ 5 વર્ષ માટે આદિત્ય ઠાકરે માટે ડે.સીએમનું પદ સ્વીકારી લેવું જોઈએ. મને નથી લાગતું કે ભાજપ અઢી-અઢી  વર્ષ મુખ્યમંત્રી બનાવવાની વાત માટે સહેમત થઈ જશે. એટલા માટે શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ. 
 
શિવસેનાની માંગ છે પહેલા અઢી વર્ષ સુધી તેમના અને આવનારા અઢી વર્ષ સુધી ભાજપના મુખ્યમંત્રી બને. અઠાવલેએ કહ્યું કે, મારો ફોર્મ્યુલા છે કે ભાજપ અને શિવસેનાસાથે આવે, કારણ કે જનતાનો જનાદેશ તેમની સાથે છે. નિશ્વિત રીતે NDAને ધાર્યા કરતા ઓછી બેઠકો મળી છે. પરંતુ બહુમતી છે. મુખ્યમંત્રી પદનો દાવો નિશ્વિક રીત ભાજપનો છે. શિવસેનાના કહ્યાં પ્રમાણે, તેમને માત્ર 124 સીટો જ આપવામાં આવી હતી. તેમણે કેન્દ્રમાં મંત્રી પદ પણ આપી શકાતું હતું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર