'ગેમ ઓફ થ્રોન્સ' નો ડાયર વુલ્ફ 13000 વર્ષ પછી થયો જીવંત ! DNA દ્વારા ચમત્કાર, પણ આ કેટલુ યોગ્ય ?

સંદિપ સિંહ સિસોદિયા

બુધવાર, 9 એપ્રિલ 2025 (15:52 IST)
dire wolves resurrection
શુ તમે ગેમ ઓફ થ્રોંસ માં સ્ટાર્ક પરિવારના વિશાળકાય ડાયર વુલ્ફને  જોઈને ક્યારે વિચાર્યુ હતુ કે આવો જીવ સાચે જ જીવતો થઈ શકે છે ? હવે આ સપનુ હકીકત બની ગયુ છે. વિલુપ્ત થઈ ચુકેલુ ડાયર વુલ્ફ ફરીથી જીવંત થઈ ગયુ છે. 13000 વર્ષ પહેલા ઘરતી પરથી ગાયબ થયેલા આ વિશાળકાય વરુને વૈજ્ઞાનિકોએ ડીએનએની જાદુઈ દુનિયા દ્વાર પુર્નજન્મ આપી દીધો છે.  
 
કોલૉસલ બાયોસાયંસેજ ના વૈજ્ઞાનિકોએ ત્રણ એવા વરુ ના બચ્ચાને જન્મ આપ્યો છે જેમા ડાય ર વુલ્ફના જીન 
ધડકી રહ્યા છે. છ મહિનાના ત્રણ વરુ શાવક રોમુલસ, રેમસ અને ખલીસી હવે અમેરિકાના ઉત્તરી જંગલોની કેદમાં શ્વાસ લઈ રહ્યા છે. તેમના ઘટ્ટ સફેદ ફર અને વિશાલકાય શરીર જોઈને દરેક દંગ રહી જાય છે. પણ શુ તે ખરેખર ડાયર વુલ્ફ છે કે બસ એક વૈજ્ઞાનિક પ્રયોગની નકલ ?
 
ડાયર વુલ્ફનો પુનર્જન્મ - કેવી રીતે થયો ચમત્કાર ? કોલૉસલ બાયોસાયંસેજ નામની કંપનીએ આ કમાલ કરી બતાવી. વૈજ્ઞાનિકોએ આજના ગ્રે વુલ્ફના DNA માં 20 ખાસ ફેરફાર કર્યા. આ ફેરફાર ડાયર વુલ્ફના મોટા આકાર, સફેદ ફર અને તાકતવર જબડા માટે જવાબદાર જીનથી પ્રેરિત હતા.  પછી બદલાયેલા DNA થી ભ્રૂણ તૈયાર કરવામાં આવ્યા અને એક કૂતરાને ગર્ભમાં પ્રત્યારોપિત કરવામાં આવ્યા. પરિણામ ? ત્રણ સ્વસ્થ શાવક જનમ્યા - રોમુલસ, રેમસ અને ખલીસી. આ સામાન્ય ગ્રે વુલ્ફ થી 20% મોટા છે. તેમના ફર ચમકદાર અને તેમની તાકત જોવા  જેવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ ના કાર્લ જિમરની રિપોર્ટ મુજબ આ વોલ્ફ 13000 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ચુકેલા ડાયર વુલ્ફ ની કાર્યાત્મક પ્રતિકૃતિ છે.  
 
શુ હોય છે ડાયર વુલ્ફ ? જો તમે ગેમ ઓફ થ્રોંસ જોઈ છે. તો તમે ડાયર વુલ્ફને જરૂર જાણો છો. વિશાળકાય, શક્તિશાળી અને ભયાનક જેની સાથે સ્ટાર્ક પરિવારની સ્ટોરી શરૂ થાય છે. અસલ જીવનમાં પણ ડાયર વુલ્ફ કોઈ કાલ્પનિક જીવ નહોતો. આ એક વિશાળ વરુ હતો.  જે આજના વુલ્ફથી અનેક ઘણો મોટો અને તાકતવર હતો.  તેના જબડા એટલા મજબૂત હતા કે એ હાડકા પણ ચાવી શકતો હતો અને તેના સફેદ, ઘટ્ટ ફર તેને બરફીલા જંગલોનો રાજા બનાવતા હતા.  હવે વૈજ્ઞાનિકોએ તેને ફરીથી જીવતો કરી દુનિયાને ચોંકાવી દીધી છે.  
 
અસલી છે કે નકલી - વૈજ્ઞાનિક સ્પષ્ટ કહે છે કે આ બચ્ચા 100% ડાયર વુલ્ફ નથી. તેમની પાસે ડાયર વુલ્ફના બધા 2000 જીન નથી. જે તેને પૂરી રીતે પરિભાષિત કરતા હતા. સાથે જ તેમનુ પાલન-પોષણ જંગલમાં નહી પણ કેદમાં થઈ રહ્યુ છે.  તેને કાર્યાત્મક પ્રતિકૃતિ કહીને વૈજ્ઞાનિક તેની સીમાઓ બતાવી રહ્યા છે. છતા પણ તેમના સફેદ ફર અને વિશાળ શરીરને જોઈને કોઈપણ કહી શકે છે કે આ ડાયર વુલ્ફ જેવા જ છે. 
 
ડીએનએનો કમાલ - કેવી રીતે થયો પુર્નજન્મ  ? કોલૉસલ બાયોસાયંસેજના વૈજ્ઞાનિકોએ ગ્રે વુલ્ફના ડીએનએને પોતાની પ્રયોગશાળામાં લીધો અને તેમા 20 ખાસ જેનેટિક ફેરફાર કર્યા. આ ફેરફાર એ જીન સાથે જોડાયેલા હતા જે ડાયર વુલ્ફને તેના વિશાળ આકાર સફેદ ફર અને તાકતવર જડબા આપતા હતા.  ત્યારબાદ તેના બદલાયેલા ડીએનએ માંથી ભ્રૂણ તૈયાર કર્યા અને તેને એક કૂતરામાં પ્રત્યારોપિત કરવામાં આવ્યા. પરિણામ ? ત્રણ સ્વસ્થ વરુ ના બચ્ચા રોમુલસ, રેમસ અને ખલીસી - જેમનો જન્મ છ મહિના પહેલા થયો. આ બચ્છા સામાન્ય ગ્રે વુલ્ફ થી 20% મોટા છે. તેમના ફર્ર સફેદ અને ઘટ્ટ છે અને તેમના જબડા ડરાવનારા રૂપથી મજબૂત છે.  
 
તકનીક દ્વારા પરત આવશે ખોવાયેલી પ્રજાતિઓ - કોલૉસલ બાયોસાયંસેજનો દાવો છે કે આ તકનીક ફક્ત ડાયર વુલ્ફ સુધી સીમિત નહી રહે. તેમનુ મોટુ લક્ષ્ય છે વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવી. મિસાલ રૂપે અમેરિકાની લાલ ભેડિયા પ્રજાતિ સંકટમાં છે. કંપનીએ આ માટે ચાર ક્લોન પણ બનાવ્યા છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે જો આ તકનીક સફળ રહી તો ભવિષ્યમાં ડોડો પક્ષી કે મૈમથ જેવા અન્ય વિલુપ્ત જીવોને પણ પરત લાવી શકાય છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે આ  તકનીક ભવિષ્યમાં પ્રકૃતિને ફરીથી સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. 
 
શુ થઈ રહ્યો છે વિવાદ - પણ દરેક કોઈ તેના પ્રયોગથી ખુશ નથી. કેટલાક વૈજ્ઞાનિક તેને બાળપણના સપનાની રમત કહીને મજાક કરી રહ્યા છે. ડૉ. જૂલી મીચેને ચેતાવણી આપી. આ સાંભળમાં જાદુઈ લાગે છે. પણ અમારી પાસે જે વરુ હાલ છે તેમને બચાવવામાં આપણે નિષ્ફળ થઈ રહ્યા છીએ.  પહેલા તેમને સાચવો પછી સપનાની દુનિયામાં જાવ. આલોચકોનુ કહેવુ છે કે આવા પ્રયોગો પર પૈસા અને સમય બરબાદ કરવાથી સારુ છે કે વર્તમાનમાં પ્રજાતિઓને વિલુપ્ત થવાથી બચાવવામાં આવે.  
 
આ ત્રણ વરુના બચ્ચા -  રોમુલસ, રેમસ અને ખલીસી - ના નામ ગેમ ઓફ થ્રોન્સ અને રોમન ઈતિહાસથી પ્રેરિત છે, જે આ પ્રયોગને વધુ રોચક બનાવે છે. લોકો આને સાયંસ અને ફંતાસીનો અનોખો મેળ બતાવે છે.  કોઈ તેને વૈજ્ઞાનિક ની જીત કહી રહ્યા છે તો કોઈ પ્રકૃતિ સાથે છેડછાડ કરાર આપી રહ્યા છે.  સોશોયલ મીડિયા પર વિવાદ છેડાયો છે. - શુ માણસને વિલુપ્ત પ્રજાતિઓને ફરીથી જન્મ આપવાનો હક છે ?
 
 આ પ્રયોગ માત્ર એક શરૂઆત હોઈ શકે છે. જો કોલૉસલની તકનીક સફળ રહી તો ભવિષ્યમાં ડોડો પક્ષી, મૈમથ કે બીજી વિલુપ્ત પ્રજાતિઓ પણ જંગલમાં પરત આવી શકે છે. પણ સવાલ એ છે કે શુ આપણે પ્રકૃતિની આ નવી રમતને સંભાળી શકીશુ, કે પછી આ અજાણતા જ કોઈ નવી મુસીબત ઉભી કરી દેશે ? ડાયર વુલ્ફ નો આ પુનર્જન્મ વિજ્ઞાનની દુનિયામાં હલચલ મચાવી રહ્યો છે અને દુનિયા ગભરાઈને જોઈ રહી છે કે આગળ શુ થાય છે. આ પ્રયોગ વિજ્ઞાનની દુનિયામાં એક મીલનો પત્થર છે. પણ સવાલ એ પણ ઉભો થાય છે કે - શુ આપણે ભૂતકાળને પરત લાવવાની કોશિશ કરવી જોઈએ કે વર્તમાનને બચાવવા પર ધ્યાન આપવુ જોઈએ ? 
 
શુ ડાયર વુલ્ફનો પુનજન્મ વિજ્ઞાનની જીત છે કે પ્રકૃતિ સાથે બિનજરૂરી રમત ? આ સનસનીખેજ સમાચારે આખી દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે. હવે જોવાનુ છે કે આ પ્રયોગ ભવિષ્યને નવી દિશા આપશે કે વિવાદોમાં ગુંચવાઈને રહી જશે. તમે શુ વિચારો છો અમને જરૂર જણાવો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર