વ્યાપમં કૌભાંડ - 500થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓનુ ભવિષ્ય અંધકારમય !!

સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (15:28 IST)
મધ્યપ્રદેશના ચર્ચિત વ્યાપમં કૌભાંડ સાથે જોડાયેલ એક મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો. હાઈકોર્ટનો નિર્ણય કાયમ રાખતા કોર્ટે સામુહિક નકલ દોષીના બધા વિદ્યાર્થીઓને રાહત આપવાનો ઈંકાર કર્યો છે. ચીફ જસ્ટિસ જગદેશ સિંહ ખેહરે વિદ્યાર્થીતો દ્વારા દાખલ બધી અરજીને રદ્દ કરી નાખી. અને 2008-2012 દરમિયાન થયેલ 500થી વધુ એમબીબીએસ વિદ્યાર્થીઓનુ એડમિશન રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એ નક્કી કરવાનુ હતુ કે સામુહિક નકલના દોષી વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે કે નહી. આ પહેલા 268 વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બે જજની બેંચને એક રસપ્રદ નિર્ણય સંભળાવ્યો હતો. પહેલીવાર આ ગોટાળો ત્યારે ઉજાગર થયો જ્યારે ઈન્દોર પોલીસે 2009ના પીએમટી પ્રવેશ સાથે જોડાયેલ 20 નકલી અભ્યર્થીર્યોની ધરપકડ કરી લીધી હતી. આ નકલી વિદ્યાર્થીઓએ કોઈ બીજા વિદ્યાર્થીઓના સ્થાન પર બેસીને પરીક્ષા આપી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓની પૂછપરછ પછી આ વાત સામે આવી કે રાજ્યમાં અનેક એવા રેકેટ છે જે ગેરકાયદેસર રીતે એડમિશન કરાવે છે. 
 
શુ છે વ્યાપમં કૌભાંડ 
 
મધ્ય પ્રદેશમાં વ્યવસાયિક પરીક્ષા મંડળ રાજ્યમાં પ્રવેશ અને ભરતીને લઈને પરીક્ષાનુ આયોજન કરનારી સંસ્થા છે. આ સંસ્થા પાસે રાજ્યની અનેક પ્રવેશ પરીક્ષાઓનુ આયોજન કરવાની જવાબદારી છે.   અનેક અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી થયેલ ભ્રષ્ટાચારમાં લગભગ 1000 ગેરકાયદેસર નિમણૂંક અને 514 ગેરકાયદેસર ભરતીઓ શંકા હેઠળ છે.  વ્યાપમં કૌભાંડ સાથે જોડાયેલ 48 લોકોના મોત થઈ ગયા છે.  મરનારાઓમા વ્યાપમં કૌભાંડના આરોપી સહિત અનેક હાઈપ્રોફાઈલ નામ સામેલ છે. 

વેબદુનિયા પર વાંચો