વર્ષના અંતિમ મહિનામાં એટલે કે, ડિસેમ્બરની શરૂઆત આડે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. નવા મહિનામાં સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. હકીકતમાં જોઈએ તો, માચિસ સહિત રોજિંદા જીવનની ઘણી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે. ચાલો જાણીએ 1લી ડિસેમ્બરથી શું થશે મોંઘુ. 1 ડિસેમ્બરથી માચિસની કિંમતમાં રૂ.1નો વધારો થશે. આ વધારા બાદ માચિસની નવી કિંમત લગભગ 2 રૂપિયા થશે, એ 14 વર્ષ બાદ કિંમતમાં વધારો થયો છે. છેલ્લે વર્ષ 2007માં માચિસની કિંમતમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો
જો આધાર UAN લિંક નહીં થાય તો PF ના પૈસા બંધ થઈ જશે
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને 30 નવેમ્બર સુધીમાં આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે 30 નવેમ્બર સુધી આમ નહીં કરો તો 1 ડિસેમ્બરથી તમારા ખાતામાં કંપનીનું યોગદાન બંધ થઈ જશે. આ સિવાય જો તમે આધાર કાર્ડને લિંક નથી કરાવતા તો તમને EPF ખાતામાંથી પૈસા ઉપાડવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
SBI ક્રેડિટ કાર્ડ મોંઘુઃ
જો દેશની સૌથી મોટી બેંક SBIના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તો 1 ડિસેમ્બરથી તેને આંચકો લાગવા જઈ રહ્યો છે. SBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દરેક ખરીદી પર 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. આ એક પ્રોસેસિંગ ચાર્જ હશે.