બાદમાં આ રકમ ડોક્ટરોના પગારમાંથી કાપવામાં આવે અને યોગ્ય તપાસ કરીને દોષિત ડોક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવે. જસ્ટિસ તરલોક સિંહ ચૌહાણ અને જસ્ટિસ સત્યેન વૈદ્યની ખંડપીઠે આદેશ આપતાં કહ્યું કે બળાત્કાર પીડિતાની ગરિમાને ઠેસ પહોંચી છે. તેણીની ગોપનીયતાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું જેના કારણે પીડિતા માનસિક ત્રાસ સહન કરતી હતી. આ સિવાય ટુ ફિંગર ટેસ્ટ પહેલા તેને ધમકી પણ આપવામાં આવી હતી.