રામ મંદિર (Ram Mandir Construction)ની જવાબદારી સાચવી રહેલા રામ જન્મભૂમિક તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram Janmabhoomi Teertha Kshetra Trust) ના સભ્ય કામેશ્વર ચૌપાલે રવિવારે જણાવ્યુ કે રામ મંદિરના હજારો ફીટ નીચે એક તાઈમ કૈપ્સૂલ દબાવાશે, જેથી ભવિશ્યમાં મંદિર સાથે જોડાયેલ તથ્યોને લઈને કોઈ વિવાદ ન રહે. આ કૈપ્સૂલમાં મંદિરનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલ તથ્યો વઇશે માહિતી હશે. કામેશ્વર ચૌપાલે ન્યૂઝ એજંસી ANI ને કહ્યુ, 'રામમંદિરને લઈને ચાલતા સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સંઘર્ષે વર્તમાન તરફ આવનારી પેઢીયો માટે એક સઈખ આપી છે. રાંમ મંદિર નિર્માણ સ્થળના 2000 ફીટ નીચે એક ટાઈમ કૈપ્સૂલ મુકવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈપણ રામ મંદિરના ઈતિહાસનો અભ્યાસ કરવા માંગસહે તઓ તેને રામ જન્મભૂમિ સાથે જોડાયેલ તથ્ય મળી જશે અને તેનાથી કોઈ નવો વિવાદ ઉભો નહી થાય. તેમણે જણાવ્યુ કે કૈપ્સૂલને એક તામ્ર પત્રની અંદર મુકવામાં આવશે.
ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અહીં ભૂમિપૂજન કરશે અને પાયાની ઈંટ મુકશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્ય પ્રધાન, કેબિનેટ પ્રધાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળીની જેમ ભૂમિપૂજનની ઉજવણી કરવાની યોજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસે દેશના તમામ મકાનો અને મંદિરોને દિવાઓથી સજાવવાનુ આયોજન કરવામાં આવશે.