પોલીસને મળેલ માહિતી મુજબ પીડિતની નાનીના ઘરની બહાર એક કેમરા લાગેલ  છે. તેમા બાઈક પર સવાર એક યુવક દેખાય રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા મહિલાએ પ્રદીપ બિશ્નોઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. આરોપી પ્રદીપ હાલ જામીન પર હતો.  ગોલુવાલા પોલીસ મથકના ઓમપ્રકાશ સુથારનુ કહેવુ છે કે  મહિલાની નાનીની ફરિયાદના આધાર પર રિપોર્ટ નોંધી છે. મહિલાની ન આનીએ જણાવ્ય કે મારી નાતિને પ્રદિપ બિશ્નોઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધ્યો હતો. 
	 
	 
	નાનીએ જણાવ્યુ કે આરોપી દિવાલ કુદીને ઘરમાં ઘુસ્યો અને ત્યારબાદ ભાગવા માટે મેન ગેટ ખોલી નાખ્યો.  નાનીની ફરિયાદ મુજબ મહિલાનો ભાઈ બહારના રૂમમાં સૂઈ રહ્યો હતો અને આરોપીએ તેના રૂમના ગેટને દોરડાથી બાંધી દીધો હતો જેથી ગેટ ખુલી ન શકે.  જે રૂમમા મહિલા સૂઈ રહી હતી તેની બહાર મોટા પ્રમાણમાં કેરોસીન છાંટી દીધુ. અને બહારથી મહિલાના નામની બૂમ પાડીને તેને બોલાવવા લાગ્યો.  જેવી તે બહાર આવી કે તેને લાકડી પર કપડુ લપેટીને કેરોસીન તેલ છાંટી દીધુ.  જ્યારબાદ મહિલાનુ શરીર 70 ટકા આગમાં બળી ગયુ.