ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન બુધવારે એક મોટા અકસ્માતથી બચી ગયા.  સવાઈ માધોપુર આવતાં તેમની કારને અકસ્માત નડ્યો  ક્રેશ થઈ હતી. પરંતુ તે રાહતની વાત છે કે આ અકસ્માતમાં અઝહરુદ્દીનને ઈજા થઈ નથી.  જાણકારી મુજબ આ અકસ્માત લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાર પોલીસ સ્ટેશનની પાસે થયો છે. 57 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભૌર જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માત થયો હતો.
	 
	ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો 
	 
	એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત અચાનક ટાયર ફાટવાના કારણે થયો હતો. આ દરમિયાન ઢાબામાં કાર ઘૂસી જવાને કારણે  ઢાબામાં કામ કરતાં એક યુવક  ઘાયલ થયો હતો. ઘાયલ માણસનુ નામ એહસાન બતાવાય રહ્યુ છે.  યુવકને હળવી ઇજાઓ થઈ છે.