રેપના આરોપીને મુક્ત કરીને કોર્ટે મહિલાને સંભળાવી સજા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ગુરુવાર, 21 એપ્રિલ 2022 (16:33 IST)
ઉદયપુરની પૉક્સો કોર્ટે ગુરૂવારે સંભળાવેલા પોતાના નિર્ણયથી સૌને ચોંકાવી દીધા. મામલો બળાત્કારનો છે. કોર્ટે આરોપીને મુક્ત કરી દીધો અને આરોપ લગાવનારી મહિલાને જ દોષી માનતા સજા સંભળાવી છે. જેનુ કારણ એ છે કે મહિલાએ ખોટો કેસ કર્યો અને કોર્ટમાં પોતાના નિવેદનથી ફરી ગઈ. મહિલાને 3 મહિનાની જેલ અને 500 રૂપિયા દંડની સજા સંભળાવી છે. 
 
ફરિયાદી પક્ષ મુજબ ઉદયપુરના અંબામાતાની રહેવાસી 19 વર્ષીય પાયલ પૂજારીને કોર્ટે કલમ 344 હેઠળ ખોટી માહિતી આપવા અને નિવેદન આપવાનો ઇનકાર કરવા બદલ દોષિત ઠેરવી છે. કોર્ટે મહિલાને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે, નહીં તો તેને જેલમાં મોકલવામાં આવશે.
 
ચેતન પુરી ગોસ્વામી, જેઓ આ મામલામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા વિશેષ પીપી હતા, તેમણે કહ્યું કે મહિલા તેના નિવેદનને નકારતી રહી. પીડિતાએ કોર્ટમાં ખોટું સોગંદનામું આપ્યું અને નિવેદન 161 અને 164ને સંપૂર્ણપણે પાછું ખેંચ્યું. જેના કારણે કોર્ટે પીડિતાને કલમ 344 હેઠળ દોષિત ઠેરવી સજા સંભળાવી.
 
આ કેસમાં પીડિતાએ અંબામાતા પોલીસ સ્ટેશન સામે જ પ્રશ્ન ચિહ્ન મુકાવી દીધુ.  ચેતન પુરી ગોસ્વામીએ કહ્યું કે આવા કેસોમાં કોર્ટ અને પોલીસનો સમય અને પૈસા વેડફાય છે.
 
આ હતો સમગ્ર મામલો  
ગયા વર્ષે મે મહિનામાં પીડિતા પાયલે નવીન કુમાર નામના વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે નવીને તેને કોલ્ડ ડ્રિંકમાં નશો કરીને તેની સાથે બળાત્કાર કર્યો. એટલું જ નહીં તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
 
સાથે જ  તે તેની સાથે લગ્ન કરીને તેને બળજબરીથી પત્ની તરીકે રાખવા માંગતો હતો. પીડિતાએ પહેલા પોલીસમાં અને પછી કોર્ટમાં કલમ 164 હેઠળ આપેલા નિવેદનમાં આ વાત કહી. મહિલાના નિવેદનના આધારે, નવીન કુમારની ધરપકડ કરવામાં આવી હતી અને તેને છ મહિના જેલમાં પસાર કરવા પડ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર