આ દરમિયાન એમએનએસ નેતા શાલિની ઠાકરેએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, મરાઠી ફિલોમોને પ્રાઈમ ટાઈમ શોજ મળવુ જોઈએ. 'દેવા'ને ટાઈગર જિંદા હૈ ના સામે સ્ક્રીન સ્પેસ નહોતો આપવામાં આવી રહ્યો. જો હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રી મરાઠી ફિલ્મોના ખર્ચે સ્ક્રેની સ્પેસ લે છે તો તેનો વિરોધ કરીશુ. અમે 'દેવા' માટે સ્ક્રીન સ્પેસ માંગી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે મરાઠી ફિલ્મ દેવા આ મહિનાની 22 ડિસેમ્બરના રોજ રજુ થવા જઈ રહી છે અને આ દિવસે સલમાન ખાન અને કેટરીના કૈફની 'ટાઈગર જિંદા હૈ' પણ રજુ થવાની છે. ઠાકરેની ધમકી પછી સિનેમાઘરના માલિકોને એક રીતે પણ નુકશાન થઈ શકે છે કારણ કે કે 'ટાઈગર જિંદા હૈ' ની રજુ થતા પહેલા જ ઘણા લોકોએ ફિલ્મની એડવાંસ ટિકિટ બુક કરી લીધી છે.