હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય છે. IMD એ આજે એટલે કે 1 ઓગસ્ટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે, જે અત્યંત ભારે વરસાદ અને સંભવિત પૂરનું જોખમ વધારે છે.
આ 5 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચોમાસું આગામી ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ લાવવાની તૈયારીમાં છે, જેના કારણે દિલ્હી NCRમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય મધ્ય ભારતમાં આગામી 4-5 દિવસ સુધી ચોમાસાની ગતિવિધિ જોરશોરથી ચાલવાની ધારણા છે. મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર માટે હવામાન વિભાગ 1 થી 3 ઓગસ્ટ, કોસ્ટલ કર્ણાટક 1 ઓગસ્ટ, પૂર્વ મધ્ય પ્રદેશ 2 અને 3 ઓગસ્ટ, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 3 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.