દિલ્હી - NCRમાં ધુમ્મસનો માર , 81 ટ્રેન મોડી, ફ્લાઈટ્સ પર પણ અસર

બુધવાર, 7 ડિસેમ્બર 2016 (10:23 IST)
દિલ્હી - NCRના મોટાભાગના ક્ષેત્રોમાં બુધવારે સવારે ધુમ્મસને  કારણે વિજિબિલિટી 50 મીટરથી નીચે જતી રહી છે. ટ્રેન અને રેલ સેવાઓ ધુમ્મસને કારણે ખરાબ રીતે પ્રભાવિત થઈછે. દિલ્હી આવતી 81 ટ્રેનો મોડી થઈ છે. જ્યાર કે દિલ્હીથી નીકળનારી 16 ટ્રેનોના સમય પર અસર પડી  છે. . 3 ટ્રેન કેંસલ કરવી પડી છે. 

 
ઓછી વિજિબિલિટીથી વિમાન સેવાને અસર 
 
હજુ 72 કલાક સુધી ધુમ્મસ છવાય રહે તેવી શકયતા છે. ધુમ્મસને કારણે બરેલી, લખનૌ, વારાણસી અને પંજાબના અમૃતસરમાં દ્રશ્યતા 25 મીટરથી નીચે પહોંચી ગઇ છે અનેક સ્થળે સુર્યનારાયણના દર્શન પણ નથી થયા. મેરઠ, સુલતાનપુર, ફુરસતગંજમાં દ્રશ્યતા 50 મીટર તો લુધીયાણા, પતિયાલા, આગ્રા અને નવી દિલ્હીમાં 500 મીટર આસપાસ રહી છે. કાતિલ ઠંડી અને ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. દિલ્હીમાં ભારે ધુમ્મસ છવાયુ છે. આગામી દિવસોમાં રાહત મળે તેવી શકયતા નથી.
 
 મળતા અહેવાલો મુજબ ખરાબ વિઝીબીલીટીને કારણે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર આઠ ઇન્ટરનેશનલ ફલાઇટ લેઇટ થઇ છે તો ત્રણ ફલાઇટને ડાયવર્ટ કરવામાં આવેલ છે. જયારે પાંચ ડોમેસ્ટીક ફલાઇટ પણ લેઇટ થઇ છે. ધુમ્મસને કારણે 81 ટ્રેનો લેઇટ ચાલી રહી છે અને ત્રણ ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવેલ છે. અનેક ટ્રેનો 3 થી 7-8  કલાક મોડી દોડી રહી છે. હવામાન ખાતુ કહે છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 12 મી સુધી ધુમ્મસ રહેશે. 16 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે.
 
મૌસમ વિભાગે અલર્ટ જાહેર કર્યુ
 
મૌસમ વિભાગ મુજબ આવું પૂર્વાનુમાન છે કે આવતા 3 એટલે કે 8 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી દિલ્હી  એનસીઆર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને મણિપુરમાં ઘણી જગ્યાએ વધુ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. આ કારણે મૌસમ વિભાગે સ્થાનીય પ્રશાસનને સચેત કરી દીધું છે.  લોકોને સલાહ આપી છે કે જરૂરી ન હોય તો સફર કરવા ન નીકળવુ. 

વેબદુનિયા પર વાંચો