Delhi: રાહુલ ગાંધીની અરજી આંશિક રૂપે સ્વીકાર, પાસપોર્ટ રજુ કરવા માટે ત્રણ વર્ષ માટે એનઓસી

શુક્રવાર, 26 મે 2023 (16:19 IST)
દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નવો પાસપોર્ટ રજુ કરવા માટે એનઓસીની માંગવાળી અરજી આંશિક રૂપથી સ્વીકાર કરી લીધી છે. કોર્ટે ત્રણ વર્ષ માટે એનઓસી આપી છે. આ પહેલા દિલ્હી કોર્ટે રાહુલ ગાંધી પાસપોર્ટ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ કોર્ટે બપોરે એક વાગે આદેશ પાસ કર્યો. 
 
ઉલ્લેખનીય છે કે  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 10 વર્ષના સમયગાળા માટે નવો સામાન્ય પાસપોર્ટ મેળવવા માટે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) માંગતી અરજી દાખલ કરી હતી. રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેનો વિરોધ કર્યો હતો. સ્વામીએ દિલ્હીની કોર્ટમાં જવાબ દાખલ કરતી વખતે કહ્યું હતું કે અરજદાર પાસે દસ વર્ષ સુધી પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય અથવા અસરકારક કારણ નથી.

સ્વામીએ કોર્ટને કહ્યું કે, દસ વર્ષ સુધી પાસપોર્ટ જારી કરવાની અરજીમાં કોઈ યોગ્યતા નથી. કોર્ટ પરવાનગી આપવા માટે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. ન્યાય અને કાયદાના વ્યાપક ક્ષેત્રોમાં રાહુલ ગાંધીના કેસનો નિર્ણય લેવામાં અન્ય સંબંધિત બાબતોની તપાસ અને વિશ્લેષણ કર્યા પછી અદાલત તેને મંજૂરી આપવા માટે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર