Pushpak Train - પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા, ટ્રેનમાંથી કુદી પડ્યા પેસેજર્સ, કર્ણાટક એક્સપ્રેસે કચડ્યા, અનેકના મોત

બુધવાર, 22 જાન્યુઆરી 2025 (18:12 IST)
મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ જેમા અનેક મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા. બીજી બાજુથી આવી રહેલી ટ્રેનની અડફેટે આવતા અનેકના મોત થયા છે. રેલવે અધિકારી મુજબ મહારાષ્ટ્રના જલગાવ જીલ્લામાં ચેન ખેંચ્યા પછી પાટા પર ઉતરેલા બીજા ટ્રેનના મુસાફરો પરથી ટ્રેન પસાર થઈ ગઈ, જેનાથી અનેક મુસાફરોના મોત થઈ ગયા. સૂત્રો ના જણાવ્યા મુજબ અત્યાર સુધી 8 લોકોના મોત થવાના સમાચાર છે અને 30થી વધુ લોકો ઘાયલ બતાવાઈ રહ્યા છે. 
 
આ ટ્રેન રોકાઈ હતી અને લોકો બહાર હતા. આગ લાગવાની અફવાની વચ્ચે મુસાફરો ટ્રેનમાંથી કૂદી ગયા અને આ દરમિયાન બીજી ટ્રેનની ચપેટમાં આવવાથી 8 મુસાફરોના મોત થયા. રેલવેના મોટા અધિકારી જલગાવ રવાના થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આ ટ્રેન લખનૌ છોટી લાઈન થી મુંબઈ જઈ રહી હતી. 


 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર