મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે રાત્રે એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. પુણેના વાઘોલી શહેરના કેસનંદ ફાટા વિસ્તારમાં સવારે 12.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડમ્પર ચાલક નશામાં હતો. ઘાયલોને સાસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.