શહીદોના પરિવારને 25 લાખ આપશે યોગી સરકાર

શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (13:37 IST)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પુલવામાં હુમલામાં શહીદ થયેલા ઉત્તર પ્રદેશના જવાનોના પરિજનો માટે 25 લાખ રૂપિયાની રકમ આપવાનુ એલાન કર્યુ છે. યોગી સરકારે આ રીતે પત્ર લખ્યો છે. 
 
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાં એક આતંકી હુમલામાં સીઆરપીએફમાં કાર્યરત ઉત્તર પ્રદેશના 12 જવાન શહીદ થયા. તેમના બલિદાનને કોટિ કોટિ નમન. 
 
અમે આ સુનિચિત કરીશુ કે અમારા વીર જવાનોનુ બલિદાન વ્યર્થ ન જાય.  પ્રદેશના જે 12 વીર જવાન શહીદ થયા છે તેમાથી દરેકના પરિવારને 25 લાખ રૂપિયાની રાશિ અને પરિવારના એક વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત જવાનોના પૈતૃક ગામના સંપર્ક માર્ગનુ નામકરણ જવાનોના નામ પર કરાશે. 
 
શહીદ જવાનોનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. જેમા પ્રદેશ સરકારના એક મંત્રી, જિલાધિકારી અને વરિષ્ઠ પોલીસ અધીક્ષક પોલીસ અધીક્ષક રાજ્ય સરકારના પ્રતિનિધિ રૂપમાં હાજર રહેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર