શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરવા વડા પ્રધાન મોદી બનારસમાં- પૂજાથી પહેલા કર્યુ ગંગા સ્નાન

સોમવાર, 13 ડિસેમ્બર 2021 (11:19 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રૉજેક્ટ શ્રી કાશી વિશ્વનાથ ધામનું બનારસમાં સોમવારે લોકાર્પણ કરવાના છે. તેઓ વારાણસી પહોંચી ગયા છે. સાત વાર અને નવ ત્યોહારની વિશેષતાનું શહેર બનારસ આ કાર્યક્રમ માટે ઉત્સાહિત છે.
રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સરકારે વારાણસી શહેરને આ કાર્યક્રમ માટે વિશેષ શણગાર્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે જ્યારે આ મહોત્સવની સાથે જ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ ગરમાવા લાગશે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત 2019માં વારાણસીના સાંસદ બન્યા હતા. આ પ્રૉજેક્ટ તેમનો ડ્રીમ પ્રૉજેક્ટ હતો.
32 મહિનામાં તૈયાર થયું શ્રી કાશી વિશ્વનાથ ધામ
 
વર્ષ 1669માં અહિલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથ મંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. તેના લગભગ 350 વર્ષ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના વિસ્તારીકરણ અને પુરુદ્ધાર માટે આઠ માર્ચ 2019ના વિશ્વનાથ મંદિર કોરિડૉર માટે શિલાન્યાસ કર્યો હતો.
શિલાન્યાસ માટે લગભગ બે વર્ષ આઠ મહિના પછી આ ડ્રીમ પ્રૉજેક્ટનું 95 ટકા કામ પૂરું થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ પૂર્ણ કૉરિડોરમાં 340 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. હજી આ બાબતે કોઈ આધિકારિક માહિતી આપવામાં આવી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર