'પરિસ્થિતિ પક્ષમાં હોય તો નાચવાની જરૂર નથી, દિલ્હીમાં BJP ની જીત પર મદની ની મુસલમાનોને સલાહ

મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025 (15:34 IST)
દિલ્હી વિધાનસભામાં ભાજપાને મળી મોટી જીત પર જમીયત ઉલેમા એ હિન્દના અધ્યક્ષ મહેમૂદ મદનીએ કહ્યુ આશંકાઓ અને અશાઓ જીવનની સાથે છે. મુસલમાનોએ હિમંત રાખવી જોઈએ. પરિસ્થિતિ પક્ષમાં હોય તો નાચવાની જરૂર નથી અને વિરુદ્ધમાં હોય તો ઉદાસ થવાની જરૂર નથી. મદનીએ આગળ કહ્યુ કે પર્વત હોય કે દરિયો આપણો રસ્તો રોકી શકતો નથી.. અમે આ મુલ્કને સમજી વિચારીને પસંદ કર્યુ છે, આ અમારુ વતન છે.  
 
મુસ્તકાબાદનુ નામ બદલવાના સમાચાર પર બોલ્યા 
મદનીએ ભાજપા ધારાસભ્ય મોહન બિષ્ટના એ નિવેદન પર જેના પર તેમણે કહ્યુ હતુ કે મુસ્તફાબાદનુ નામ બદલી નાખીશુ. તેના પર મદનીએ કહ્યુ કે નામ તો દેવબંધનુ પણ બદલી રહ્યા હતા અને બદલી પણ નાખે તો શુ સમસ્યા છે. બસ કામ સારુ થવુ જોઈએ.  તેમણે કહ્યુ કે અમે આશા કરીએ છીએ ભલે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની, ન્યાય, બરાબરી, ઈજ્જત બધી જનતાની બાકી રહેવી જોઈએ. બરાબરીના અધિકાર રહેવા જોઈએ.. કોઈ કોમની સુપ્રીમેસી ડેવલોપ કરવામાં આવે એ અમને મંજૂર નથી. 
 
મુસ્તકાબાદનુ નામ હશે શિવપુરી કે શિવ વિહાર 
બીજેપી ધારાસભ્ય મોહન સિંહ વિષ્ટે મુસ્તફાબાદ સીટ પર જીત નોંધાવી છે અને તેમણે હવે આ સીટનુ નામ બદલવાનો નિર્ણય લીધો છે. મુસ્તફાબાદનુ નામ બદલવાને લઈને તેમણે કહ્યુ કે આ સીટનુ નામ અમે જરૂર બદલીશુ.  નામ બદલવાનુ ઠોસ કારણ બતાવતા તેમણે કહ્યુ કે એક બાજુ 58 ટકા લોકો છે તો બીજી બાજુ 42 ટકા લોકો છે. આવામાં અમને લાગે છેકે અમે પહેલા 58 ટકા લોકોનુ સમ્માન કરવુ જોઈએ અને તેથી તેમનુ નામ બદલી નાખવુ જોઈએ. આ સીટનુ નમ શિવપુરી કે શિવ વિહાર કરી દઈશુ.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર