PM Modi-Spain PM Pedro in Vadodara Live : રોડ-શો જોવા સવારથી લોકોની ભીડ, વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે

સોમવાર, 28 ઑક્ટોબર 2024 (10:13 IST)
modi vadodara
 
Tata-Airbus Project: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ સોમવારે વડોદરામાં ટાટા-એરબસ પ્રોજેક્ટ હેઠળ C 295 એરક્રાફ્ટની ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીએ બે વર્ષ પહેલા આ સુવિધા સંકુલનો શિલાન્યાસ કર્યો હતો.  વડાપ્રધાનની સાથે સ્પેનનાં વડાપ્રધાન પણ હાજર રહેશે. ભારતીય વાયુસેનાને 56 c-295 વિમાનો મળશે. જેમાંથી 40 વિમાન ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. જ્યારે 16 વિમાન સ્પેનથી મંગાવવામાં આવશે. ટાટા થકી આ વિશેષ વિમાન મેન્યુફેક્ચર કરવામાં આવનાર છે. તેમજ સમગ્ર દેશમાં ખાનગી સેક્ટર થકી આટલું મોટું મેન્યુફેક્ટર થાય તેવી પ્રથમ ઘટના છે.

 
- ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનના ઉદ્દઘાટન પહેલાં તેઓ એરપોર્ટથી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ સુધી રોડ શો કરશે. દરમિયાન બે દેશોના વડાપ્રધાન શહેરમાં છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા 33 રૂટ પર પ્રવેશબંધી અને તેના વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
 
-  વડોદરાના સાત કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.

- વડોદરામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્પેનનાં પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજનાં આગમનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ પોલીસ કમિશ્નર દ્વારા સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આજે બંને નેતાઓ વડોદરાની મુલાકાતે આવશે






એરપોર્ટ સર્કલથી ટાટા એર ક્રાફ્ટ પ્રોજેક્ટ સુધી રોડ-શો યોજાશે. નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ એરપોર્ટ સર્કલથી રોડ-શો માં જોડાશે. ત્રણ કિલોમીટરનાં રોડ-શો માં ઠેર-ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. તેમજ વિવિધ રાજ્યોની કળાને 200 જેટલા યુવાનો પરફોર્મ કરશે. તેમજ રૂટ પર બેરિંકેટિંગ પણ કરવામાં આવ્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારમાંથી લોકો અભિવાદન કરશે.




10:12 AM, 28th Oct
 
 
 બન્ને વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં પ્લાન્ટ તરફ પસાર થઇ રહ્યા છે. ત્યારે આ રોડ-શો જોવા ઉમટેલા લોકોનું અભિવાદન બંને વડાપ્રધાને ઝીલ્યું હતું.
 


10:08 AM, 28th Oct
- ત્યારે PM મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝના સ્વાગત માટે સંસ્કારી નગરી વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે


10:01 AM, 28th Oct
પીએમ મોદીનો રોડ શો શરૂ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર